________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૨૧]
[૧૨૭ દેખ. શરીર, મન, વાણી સંગે અનંતકાળ રખડ્યો, આત્માનો સંગ કરે તો મોહનો સંગ ન રહે.
મારું હિત ચિદાનંદની અંતરમાં છે ને વિકારાદિ પરિણામમાં અહિત છે. હિત અને અહિત વચ્ચેનો ભેદ જ્ઞાનવર્ડ અનુભવ કર. પુણ્યપાપના પરિણામ કર્મચેતના છે ને હરખશોકના પરિણામ કર્મફળચેતના છે, તેને છોડી જ્ઞાનચેતનાનો અનુભવ કર. અનાદિ અખંડ બ્રહ્મપદનો વિલાસ તારા જ્ઞાનની ઉગ્રતામાં છે. પુણ્ય-પાપમાં જ્ઞાન વાળ્યું છે, તેને બદલે અંતસ્વભાવમાં વાળ, ઉગ્રતા કર. આમ જ્ઞાનક્રિયા કરે તો શુભરાગને વ્યવહાર કહેવાય છે. તારા જ્ઞાનની ઉગ્રતામાં ચૈતન્ય વશ થાય તેવો છે. પુણ્ય-પાપ તારું સ્વરૂપ નથી, પૂર્ણ પદમાં જ્ઞાનની કટાક્ષ માર તો આનંદનો અનુભવ થાય તેમ છે. સંયોગદષ્ટિ વડ સંયોગીભાવની ભાવનારૂપ અજ્ઞાન છે, તે પડદો ક્યારે મટે? જ્ઞાનીનું વચન એ છે કે તારા ચિદાનંદ તરફ જો, અમારા તરફ પણ ન જો. અંતરગુપ્ત શક્તિ કર્મના પડદે પડેલી છે, તેને જો. જ્ઞાનની આંખો ઉઘાડ. ક્રમે ક્રમે કેવળજ્ઞાન પ્રગટ થશે ને લોકાલોક દેખાશે. સાદિ અનંત તેવી દશા રહેશે. જ્ઞાનસ્વરૂપ શક્તિમાં છે તેને વ્યક્ત કરવાનો પ્રયત્ન કર, તેનો મહિમા અપાર છે. અનંતા સંતો આવું ભાન કરી મુક્તિ પામ્યા છે.
પોતે જ્ઞાનમય મૂર્તિ છે. કોઈ લાકડાની કે આરસની મૂર્તિ છે, રત્નની મૂર્તિ છે તે બધી જડ છે. શરીર તારી ચીજ નથી, પુણ્ય-પાપ ઉપાધિ છે, તું જ્ઞાનમય છો. તેના ઉપર ત્રાટક કર. મીઠું એટલે ખારનો ગાંગડો, તેમ આત્મા જ્ઞાનનો ગાંગડો છે. તેની શોભા કર, તેમાં સહુજ પદનો ખ્યાલ આવે છે. તેનું સેવન કરી અનેક મુનિ પાર થયા. રાગાદિ પરનો પરિચય કરીશ તો સ્વભાવનો અનુભવ થશે નહિ. નિમિત્તનો પરિચય વિષમ છે. ભગવાન આત્મા સહજ જ્ઞાનમૂર્તિ છે-સહજ બોધસ્વરૂપ છે. પૂજા કરે, દયા-દાનાદિ ભાવ કરે, એ વગેરેથી આત્મા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com