________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૬]
[શ્રી અનુભવ પ્રકાશ કરે તો પણ શું થયું? એવા ભેખથી કાંઈ વળે તેમ નથી. ખૂબ, સાદાઈ કરે, બે પૂરી અને પાશેર દૂધ લ્ય તોપણ કાંઈ વળે તેમ નથી, તો ભ્રમખેદ કેમ મટે?
આત્મા અમૃતમૂર્તિ છે, તેને પીવાથી મિથ્યાત્વ મટે, બીજી કોઈ રીતે મટતું નથી. પુણ્ય-પાપ રહિત સ્વભાવમાંથી આનંદનું ઝરણું વહેતાં મિથ્યાત્વનો ભ્રમ મટે ને સંસાર ટળે. જેમાં જરા કે મૃત્યુ નથી–એવા આત્માના અમૃતને સેવવાનો માર્ગ ક્યો છે? તે અહીં કહીએ છીએ.
નવ તત્ત્વમાં આત્મા એક તત્ત્વ છે, જ્ઞાનાનંદથી ભરેલો છે, તેને અવલોકી અનુભવ કરો. વિકારના અનુભવમાં અનંતકાળ ગયો, હવે તો આત્માને અનુભવો. -કેવી રીતે?
પર પદાર્થોના લક્ષે થતા રાગ-દ્વેષથી અથવા શુભથી કલ્યાણ થશે તેવી માન્યતા અવિધા છે. ચૈતન્યનો કૌતુહલી થઈને વિકારથી લાભ માનવાની બુદ્ધિ છોડો. આત્માના ભાનવિના બધાં વ્રત, તપ, જપ, આદિ રણમાં પોક મૂકવા જેવો છે. એકવાર તત્ત્વનો કૌતુહલી થા,” એમ શ્રી અમૃતચંદ્ર આચાર્ય કહે છે. ઓઝલમાં રહેલી રાણી જોવાનું કૌતુહલ થાય, ચક્રવર્તીનો ચોસઠસરો હાર જવાનું કૌતુહલ થાય, પણ તેમાં કાંઈ માલ નથી. એક વાર તારા તત્ત્વનો કૌતુહલી થા. પુણ્ય-પાપની ઓઝલમાં પડેલું ગુપ્ત તત્ત્વ છે. પુણ્ય-પાપની રુચિમાં આત્માની સૂઝ પડતી નથી. એકવાર જ્ઞાનજ્યોતની કુતૂહલતા કર. આત્મા આનંદની ખાણ, બેહદ વીર્યની મૂર્તિ, ઉપશમરસનો કંદ છે, ધ્રુવ શક્તિએ સદા એવો જ છે, પણ વર્તમાનદશામાં પુણ્ય-પાપની બુદ્ધિમાં અટકયો તેથી દેખાતો નથી.
એકવાર સમેદશિખર જાત્રાએ જાય તો નરક મટી જાય” -એમ માન્યતા કરી તેનું બહુમાન આવે છે, પણ અનંતી શુદ્ધ પર્યાય વહે તેવો ચિદાનંદ આત્મા સર્મેદશિખર છે, તેનું બહુમાન કર્યું નહિ. જીવો બહારમાં ફરવા જાય છે ને મોજ માને છે. અહીં કહે છે કે નિજ આનંદની કેલિરૂપી કળા વડે સ્વ-પરને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com