________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦]
[ શ્રી અનુભવ પ્રકાશ તે જીવ કેવળજ્ઞાન પામશે. અનંતવાર મિથ્યાદષ્ટિ જીવ નવમી ત્રૈવેયકે ગયો પણ સ્વરૂપની રુચિ કરી નહિ. અજ્ઞાનીને વ્યવહારમાં મજા આવે છે પણ વસ્તુ તો જ્ઞાનગોળો છે, તેના સ્વરૂપનું માહાત્મ્ય તેને આવતું નથી. એક સમયના સંસારની પ્રીતિ છોડી સ્વભાવની પ્રીતિ કરે તો સંસારનો અભાવ થાય છે. છાણાને ચિનગારી લાગતાં રાખ થઈ જાય છે, તેમ અંતરશાંતિનું કારણ આત્મા છે, એમ પ્રતીતિ કરીને લીનતા કરે તો સંસારની રાખ થઈ જાય છે.
सुदपरिचिदाणुभूदा सव्वस्स वि कामभोगबंधकहा । एयत्तस्सुवलंभो णवरि ण सुलहो विहत्तस्स ॥
(સમયસાર ગાથા-૪)
બંધથા જીવોએ સાંભળી છે. ઇચ્છા કરું, દયા કરું તો ધર્મ થાયવગેરે વાત ઘણીવાર સાંભળી છે. જીવોએ કામ, ભોગ, દયા-દાન વગેરેની વાતો સાંભળી છે, પણ રાગથી જુદા ને જ્ઞાયકથી એકરૂપ એવા આત્માની વાત સુલભ નથી ને જો આત્માની વાત પ્રીતિથી સાંભળે તો મુક્તિ થાય. આ સમયસારમાંથી લીધેલ છે, સમયસારમાં બધાં શાસ્ત્રોનાં બીજ છે, પણ અજ્ઞાની લોકો વ્યવહારની પકડ રાખે છે. અંતરમાં શક્તિ ન હોય તો પરમાત્મદશા પ્રગટ ક્યાંથી થશે ? દેહ-મનવાણી ને વિકલ્પમાંથી પ્રગટ થશે? ના. ૫૨થી જુદી ને સ્વથી એકત્વ એવી નિજશક્તિમાંથી જ્ઞાન પ્રગટે છે. દેવ-ગુરુ-શાસ્ત્રની તથા વ્યવહારની પ્રીતિ અનંતવાર કરી પણ સ્વરૂપની રુચિ કરી નહિ. જો સ્વરૂપની રુચિ કરે તો દેવ-ગુરુ-શાસ્ત્રની પ્રીતિને વ્યવહાર કહેવાય.
શુદ્ધ સ્વભાવ નિશ્ચયનયનો વિષય છે. સ્વાશ્રયે પ્રગટતો વીતરાગભાવ કે જે સ્વથી અભેદ છે તે નિશ્ચયનયનો વિષય છે અને વ્યવહારરત્નત્રય આદિ પરાશ્રયરૂપ રાગપરિણામ વ્યવહારનયનો વિષય છે. બન્ને નયોના વિષયને વિરોધ છે. વ્યવહારથી સંસાર છે ને નિશ્ચયથી મોક્ષ છે. નિશ્ચયથી મુક્તિ થાય ને રાગથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com