________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૧૮]
[૧૦૯ માન્યતા છે. દર્શનમોહનીય કર્મનો ઉદય આવ્યો માટે મિથ્યાત્વ થયું-એમ કહ્યું નથી, પોતે પોતાના સ્વભાવને ચૂકે છે ને વિભાવને પોતાના માને છે તે મિથ્યાદર્શન છે. તેમાં કર્મ નિમિત્તમાત્ર છે. સ્વભાવનું રક્ષણ નહિ કરતાં વિભાવનું રક્ષણ કરવું મિથ્યાભાવ છે. પુણ્ય-પાપની વૃત્તિ વિભાવ છે, તેને ત્રિકાળી સ્વભાવ માને છે અથવા વિભાવથી ક્રમે ક્રમે ધર્મ થશેએમ માને છે તે મિથ્યાષ્ટિ છે.
પોતામાં સમ્યકત્વગુણ છે. તેની વિપરીત અવસ્થા પોતાની ઊંધી માન્યતાથી થાય છે. દ્રવ્ય શું છે તે પ્રતીતિમાં આવતું નથી, પણ વિભાવ
ખ્યાલમાં આવે છે. દ્રવ્ય શુદ્ધ ચિદાનંદ ત્રિકાળ છે ને વિભાવ અનિત્ય પર્યાય છે. વિભાવ જેટલો જ પોતાને જે માને છે તે સ્વભાવને વિભાવ માને છે.
પોતે ત્રિકાળી દ્રવ્ય છે, તેની જેને ખબર નથી તે દ્રવ્યને અદ્રવ્ય માને છે. દ્રવ્યમાંથી પર્યાય વહે છે, દ્રવ્યત્વગુણની પ્રધાનતાથી દ્રવ્ય કહેવાય છે. અનંત ગુણોનો પિંડ જે દ્રવ્ય છે તેને નહિ માનતાં પર્યાય જેટલું જ માનવું તે દ્રવ્યને અદ્રવ્ય માનવા બરાબર છે. પરની પર્યાય મારાથી થાય એમ માને તેને દ્રવ્યની ખબર નથી. આવા જીવની દષ્ટિમાં મૂળમાં ભૂલ છે.
ગુણ ત્રિકાળી સ્વભાવ છે, તેને અવગુણ માને છે. “ગુણમાં તાકાત હોય તો વિકાર ટળવો જોઈએ ને? અમને આનંદસ્વભાવ ભાસતો નથી, પણ અમને તો વિકાર દેખાય છે”—એમ ગુણને અવગુણ માને છે.
પ્રતિમાથી જ્ઞાન થયું, શ્રવણથી જ્ઞાન થયું એમ માનનાર જ્ઞાનને પોતાનું માનતો નથી. તે જ્ઞાન તથા શેયને ભિન્ન માનતો નથી. વળી શેયને જ્ઞાન માને છે; શરીર, મન, વાણી તે જ્ઞય છે, છતાં તેને પોતાનાં માનવાં તે શયને જ્ઞાન માનવા સમાન છે.
વળી પોતાને પર માને છે. નોકર શેઠને કહે કે-તમારા આધારે જીવું છું, પણ જડ જડથી ટકે છે, ચૈતન્ય ચૈતન્યથી ટકે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com