________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮ ]
[ શ્રી અનુભવ પ્રકાશ માત્ર છે, પણ પોતાથી પ૨માં કાર્ય માને છે. વેપારી માને કે મારાથી દુકાનનું કામ ચાલે છે, તે મૂઢ છે. તેની પર્યાય જડથી થાય છે, આત્માથી કદી થઈ નથી, થતી નથી ને થશે નહિ. હું છું તો પરની રક્ષા થાય, પૈસાની રક્ષા થાય-એમ માને છે. ૫૨ની પર્યાય પોતાથી થાય એમ માને તે પોતાની પર્યાય પરથી થાય એમ માને છે. આમ એ સર્વ હું છું, પોતાને ૫૨માં દેખે છે ને પોતામાં ૫૨ને દેખે છે. લોકાલોક દેખવાની દર્શનશક્તિ છે તે શક્તિ અદર્શનરૂપ થઈ ગઈ છે, દર્શનપર્યાયમાં હીણો થયો છે. આમ અનાદિકાળથી વિકારરૂપ થયો છે. કર્મના ઉદયને લીધે જ્ઞાન અથવા દર્શન હીણું થયું એમ કહ્યું નથી, પોતે ૫૨માં મમતાભાવ કર્યો માટે હીણું થયું છે. એક ચીજ બીજી ચીજને લાભ-નુકશાન કરે છે એમ માનવું તે મિથ્યાત્વ છે. મારું જ્ઞાન મારાથી થાય છે ને પરની ક્રિયા ૫૨થી થાય છે. એમ ન માનતાં પરની ક્રિયા મારાથી થાય ને મારું જ્ઞાન પરથી થાય એમ માનવું તે હીણી દશાનું કારણ છે.
1
હવે જીવનો સમ્યક્ત્વગુણ હતો તેને અઠીક કરી જીવના ભેદોને અજીવમાં ઠીકપણે કરે છે. જે ચેતન ચીજ છે તેનાં જ્ઞાન, દર્શન ને આનંદ તેના કારણે થાય છે, છતાં તેની ચેતનતા પરથી આવે અથવા પુસ્તક, વાણીથી આવે એમ માને તે ચેતનને અચેતન માને છે. હું નિમિત્ત થાઉં તો બીજો જીવ સમ્યગ્દર્શન ને જ્ઞાન પામે–એમ માને છે; તે બીજા જીવને ચૈતન્યગુણવાળો માનતો નથી. આમ ચેતનને અચેતન માને છે.
વળી હું જેવી ઇચ્છા કરીશ તેવું વાણીનું પરિણમન થશે ને મારાથી શરીરની ક્રિયા થશે, –એમ માને છે તે અચેતનને ચેતન માને છે. શરીરાદિની ક્રિયા બધો અજીવનો ખેલ છે, હું પરજીવને જિવાડું ને સુખી કરી દઉં-એ માન્યતા ચેતનને અચેતન માનવા બરાબર છે.
પુણ્ય-પાપ વિભાવ છે તેને સ્વભાવ માને છે. પુણ્ય-પાપ ઉદયભાવ છે, તેના વડે સમ્યગ્દર્શન થશે એમ માને છે-તે ઊંધી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com