________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૨]
[શ્રી અનુભવ પ્રકાશ રાગ-દ્વેષ વડે આત્માને બાંધી રાખ્યો છે ને તેને ખોલતો નથી. ચિદાનંદમૂર્તિ છે તેને શ્રદ્ધા-જ્ઞાનની કળાથી ખોલે તો સુખી થાય.
આંખ વગરનો માણસ કુવામાં પડે તો નવાઈ નથી, પણ દેખતો પડે તો નવાઈ છે. તેમ આત્મા જ્ઞાતાદષ્ટા છે, તે સંસારકૂપમાં પડે એ મોટું આશ્ચર્ય છે. જાણવું તેનો સ્વભાવ છે, છતાં આંધળો થઈ શરીરાદિ તથા વિકારને પોતાના માની કુવામાં પડે છે એ મોટું આશ્ચર્ય છે. અસાવધાનીરૂપ મોહથી ઠગાણા છે, તેથી પરઘરને પોતાનું માની નિજઘર ભૂલ્યો છે. શરીર તથા શુભાશુભ ભાવોને પોતાના માની નિજઘરને ભૂલ્યો છે. વાણિયાનો દીકરો હલકી નાતની કન્યા પરણે તેમાં તેનો મોહભાવ છે, તેમ જ્ઞાન સ્વભાવી આત્મા વિકાર અને સંયોગાદિ પરવસ્તુમાં રોકાણો છે, તે તેનો મોહભાવ છે. પર ચીજો પોતાની હયાતીમાં વિયોગ પામે છે, એમ જાણવા છતાં તેને પોતાની માને છે. જ્ઞાનમંત્રથી મોહ ટળે. હું જ્ઞાનમૂર્તિ આનંદસ્વરૂપ છું—એવું ભાન કરે તો મોહ ટળે ને નિજઘરને પામે.
હણે બોધ વીતરાગતા અચૂક ઉપાય આમ,” બોધ દર્શન મોહનો નાશ કરે છે ને વીતરાગતા ચારિત્રમોહનો નાશ કરે છે.
શ્રીગુસ વાંરવાર નિજઘર પામવાનો ઉપાય બતાવે છે. શ્રીગુરુ કહે છે કે તારું અખંડિત રાજ્ય તારામાં છે, જાણવા દેખવાનો વેપાર તારામાં છે. વિકાર અને શરીરને ભૂલી જા, રુચિ પલટાવ, એમ કહીને આ રીત બતાવે છે. પોતાના અખંડિત નિધાનને લઈ અવિનાશી રાજ્ય કર. તારી બેદરકારીથી જ પોતાનું રાજ્યપદ ભૂલી ગયો છે, તારી ભૂલથી તું રખડે છે. અજ્ઞાની જીવ મફતનો કર્મ ઉપર દોષ નાખે છે.
પોતાનું રાજ્યપદ ભૂલી કોડી કોડીનો ભિખારી થયો છે. અજ્ઞાની જીવ દીકરા માટે માગણી કરે, “હે પ્રભુ! આટલા પૈસા આપ્યા, હવે સવાશેર માટી આપજે.” એમ પુત્ર માટે ભિખારાપણું કરે છે. કોઈ જીવ પૈસા માટે ભીખ માગે, કંગાલ જેવો થઈ ગયો છે. હલકી કોમના ગ્રાહકો દુકાને માલ લેવા આવે તો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com