________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૦]
[શ્રી અનુભવ પ્રકાશ પ્રગટે. ગાગરમાં બોર હતાં, તે લેવા વાંદરાએ મૂઠો ભર્યો. મોટો મૂઠો ભરવાથી હાથ નીકળી શકયો નહિ. તેથી જાણે કે મને ભૂતે પકડ્યો-એમ તે માને છે. તેમ શરીર, મન, વાણી પુણ્ય-પાપને પોતે પકડે છે, છતાં તેઓએ મને પકડયો એમ અજ્ઞાની માને છે. શું કરીએ? બૈરાં-છોકરા રખડાવે છે, કર્મોએ મને પકડ્યો છે; કર્મો છૂટે તો સુખી થવાય એમ તે માને છે, પણ પોતાની ઊંધી દષ્ટિથી ભૂલ થઈ છે એ ખ્યાલ આવતો નથી. જેમ વાંદરો બોર મૂકી દે તો છૂટો થાય, તેમ અજ્ઞાની ઊંધી દષ્ટિ છોડ તો સુખ થાય.
કુવામાં સિંહ પોતાનું પ્રતિબિંબ જોઈ રાડ પાડે છે, પણ ત્યાં બીજો સિંહ નથી; તેમ મને આ પરપદાર્થોએ પકડી રાખ્યો, કર્મોએ મને હેરાન કરી નાખ્યો, કર્મની શક્તિમાં હું પકડાણો – એમ અજ્ઞાની રાડ નાખે છે, પણ હું જ્ઞાનસ્વરૂપ છું એવી પ્રતીતિ કરતો નથી. જ્યાં જે વસ્તુ ભળાય છે ત્યાં તું છે. કર્મ, રાગ કે કોઈ વસ્તુને યાદ કરનાર તારી જ્ઞાનવસ્તુ છે. જ્ઞાનાનંદ ચૈતન્યવહુ આત્મા છે. ભૂતકાળની વાત પોતે યાદ કરે છે. પોતાની અસ્તિમાં તે વાતો જણાય છે. પર્યાયવાનના અવલંબનથી જ્ઞાનપર્યાય પ્રગટે છે તેનો ખ્યાલ અજ્ઞાનીને આવતો નથી.
અનાદિથી સમયે સમયે ભૂલ કરતો આવ્યો છે, તેથી દુ:ખ પામે છે. શરીર સારું હોત તો હું ત્યાગી થાત, જંગલમાં રહેત વગેરે પ્રકારે માની મૂઢ જીવ શરીર સાથે એકત્વબુદ્ધિ કરે છે ને તેથી દુઃખ પામે છે.
અજ્ઞાની જીવ દલીલ કરે છે કે – દર્શનમોહનીય કર્મના ઉદય વિના ઊંધી શ્રદ્ધા થાય? જ્ઞાનાવરણીયના ઉદય વિના જ્ઞાન રોકાય? એમ કહી કમ ઉપર વજન આપે તે બધાં નિમિત્તનાં કથન છે. મોહમાં દર્શનમોહ નિમિત્ત છે ને જ્ઞાનની હીનતામાં નિમિત્ત જ્ઞાનાવરણીય છે. નિમિત્તનું કથન હોય ત્યાં પણ એમ જ બતાવવું છે કે જ્યાં જ્યાં જોઉં ત્યાં ત્યાં મારો જ્ઞાન-દર્શન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com