________________
[ ૯૯
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર. ૧૭]
(૩) આમ ગુરુએ જે કહ્યું તેનું શિષ્ય લક્ષ કર્યું. મેં પર્યાયબુદ્ધિથી પરનો માહભ્ય આપેલ, તેથી જ્ઞાનાવરણીય બંધાએલ છે, પણ હવે દષ્ટિ ફેરવી નિત્ય નિર્મળ જ્ઞાનતેજ ને દેખ; ચૈતન્યસૂર્યને આવરણ નથી ને જે અભાવ હોય તેને આવરણ ન હોય. આમ સાચી દષ્ટિ કરતાં પોતે ચિધનસ્વરૂપ છે, તેમાં કાંઈ બગાડ નથી, – એવું પોતાનું ઘર જોયું તેથી સુખી થયો. પોતે શ્રદ્ધા કરી તો ગુરુને નિમિત્ત કહેવાય. આમ સાચી શ્રદ્ધાથી સુખી થયો.
(૪) જ્ઞાનસ્વભાવ સ્વ-પરપ્રકાશક છે. એમાં પોતાને જાણતાં સાચા ગુરુ વગેરે નિમિત્તને જાણી લે છે, ને રાગ બાકી છે એટલે તે પ્રકારનું બહુમાન આવ્યા વિના રહેતું નથી. તે જ્ઞાનસ્વભાવનું સામર્થ્ય છે કે પોતાના સ્વભાવને, શુભરાગને અને નિમિત્તને યથાર્થ જાણી લ્ય છે.
જેમ દોરડીમાં સર્પ નથી, તેમ વિકાર કે આવરણમાં આત્મા નથી. ધોળી છીપમાં રૂપું નથી તેમ વિકાર અને સંયોગમાં આત્મા નથી. મૃગતૃષ્ણામાં જળ નથી, તેમ પરપદાર્થોમાં આત્મા નથી. કાચના મંદિરમાં બીજો શ્વાન નથી. કાચમાં કૂતરાનું પ્રતિબિંબ દેખાતાં બીજો કૂતરો દેખાય ને કૂતરો ભસવા લાગે, પણ ત્યાં બીજો કૂતરો નથી, તેમ તારા ચૈતન્યમાં બીજી વસ્તુનો અભાવ છે. બીજામાં તું નથી. મૃગની ગૂંટીમાં કસ્તૂરી છે, પણ બહારમાં નથી, તેમ તારો આનંદ અને જ્ઞાન તારામાં છે, બીજે નથી. અંધકારે પ્રકાશ ન મળે તેમ રાગરૂપ અંધારામાં જ્ઞાનપ્રકાશ ન મળે. પીત્તળની ભૂંગળીમાં પોપટને કોઈએ પકડ્યો નથી. દોરીમાં ભૂંગળી રાખી હોય ને તેના ઉપર પોપટ બેસે ત્યારે પોલી ભૂંગળીઓ ફરી જાય, એટલે પોપટ ઊંધો પડી જાય, ત્યાં માને કે હું પકડાઈ ગયો. તેમ અજ્ઞાનીએ નિમિત્ત, સંયોગ અને વિકારને મહત્વ આપ્યું છે. કર્મોએ મને રોકયો છે એમ તેણે માન્યું છે, તેથી તેની દષ્ટિ બગડી ગઈ છે. જો પોપટ પગ છોડે તો ઉડીને ચાલ્યો જાય, તેમ સાચી દષ્ટિ કરે તો જ્ઞાન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com