________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ કણિકા]
[ પ૭ ચમત્કારિક ઋદ્ધિ પૂર્ણ પ્રગટ થઈ ગઈ-એવા પૂર્ણ ક્ષાયિક જ્ઞાનમાં અને ખંડાત્મક ક્ષાયોપથમિક જ્ઞાનમાં અનંતો ફેર છે. (૩ર૪)
(૬૭) જ્ઞાનીને સ્વાનુભૂતિ વખતે કે ઉપયોગ બહાર આવે ત્યારે દૃષ્ટિ તળ ઉપર કાયમ ટકેલી છે. બહાર એકમેક થયેલો દેખાય ત્યારે પણ તે તો (દષ્ટિ-અપેક્ષાએ) ઊંડી ઊંડી ગુફામાંથી બહાર નીકળતો જ નથી. (૩૫)
(૬૮) તળ સ્પર્યું તેને બહાર થોથું લાગે છે. ચૈતન્યના તળમાં પહોંચી ગયો તે ચૈતન્યની વિભૂતિમાં પહોંચી ગયો. (૩ર૬)
(૬૯) કોઈ પણ પ્રસંગમાં એકાકાર ન થઈ જવું. મોક્ષ સિવાય તારે શું પ્રયોજન છે? પ્રથમ ભૂમિકામાં પણ માત્ર મોક્ષ-અભિલાષ” હોય છે.
જે મોક્ષનો અર્થી હોય, સંસારથી જેને થાક લાગ્યો હોય, તેના માટે ગુરુદેવની વાણીનો ધોધ વહી રહ્યો છે જેમાંથી માર્ગ સૂઝે છે. ખરું તો, અંદરથી થાક લાગે તો, જ્ઞાની દ્વારા કંઈક દિશા સૂઝયા પછી અંદરમાં ને અંદરમાં પ્રયત્ન કરતાં આત્મા મળી જાય છે. (૩૫૧).
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk