________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ કણિકા ]
છે. આત્મા અગાધ શક્તિનો ભરેલો છે. ( ૨૮૧)
[૫૫
(૬૧)
આ તો અનાદિનો પ્રવાહ બદલવાનો છે. અઘરું કામ તો છે, પણ જાતે જ કરવાનું છે. બહારની હૂંફ શા કામની ? હૂંફ તો પોતાના આત્મતત્ત્વની લેવાની છે. (૨૮૬)
(૬૨)
ચૈતન્યની ઊંડી ભાવના તો અન્ય ભવમાં પણ ચૈતન્યની સાથે જ આવે છે. આત્મા તો શાશ્વત પદાર્થ છે ને! ઉપલક વિચારોમાં નહિ પણ અંદ૨માં ઘોલન કરીને, તત્ત્વવિચારપૂર્વક ઊંડા સંસ્કાર નાખ્યા હશે તે સાથે આવશે. ( ૨૮૯ )
(૬૩)
પરિભ્રમણ કરતાં અનંત કાળ વીત્યો. તે અનંત કાળમાં જીવે ‘આત્માનું કરવું છે' એવી ભાવના તો કરી પણ તત્ત્વચિ અને તત્ત્વમંથન કર્યું નહીં. પોસાણમાં તો એક આત્મા જ પોષાય તેવું જીવન કરી નાખવું જોઈએ. ( ૩૦૦ )
(૬૪)
ચૈતન્યલોક અદ્ભુત છે. તેમાં ઋદ્ધિની ન્યૂનતા નથી. રમણીયતાથી ભરેલા આ ચૈતન્યલોકમાંથી બહાર આવવું ગમતું નથી. જ્ઞાનની એવી તાકાત છે કે જીવ એક જ
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk