________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૫૪]
[ અધ્યાત્મ કણિકા પરિપૂર્ણ દ્રવ્યને પકડીને બેઠો છું-આમ જ્યાં અંદરમાં નક્કી કરે છે, ત્યાં અનંતી વિભૂતિ અંશે પ્રગટ થઈ જાય છે. (૨૪૫)
(૫૮) જે ખૂબ થાકેલો છે, દ્રવ્ય સિવાય જેને કાંઈ જોઈતું જ નથી, જેને આશા-પિપાસા છૂટી ગઈ છે, દ્રવ્યમાં જે હોય તે જ જેને જોઈએ છે, તે સાચો જિજ્ઞાસુ છે.
દ્રવ્ય કે જે શાંતિવાળું છે તે જ મારે જોઈએ છેએવી નિસ્પૃહતા આવે તો દ્રવ્યમાં ઊંડે જાય અને બધી પર્યાય પ્રગટે. (૨૭ર)
(૫૯) શુભાશુભ ભાવથી જુદો, હું જ્ઞાયક છું' તે દરેક પ્રસંગમાં યાદ રાખવું. ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો તે જ મુનષ્યજીવની સાર્થકતા છે. (૨૭૬ ).
(૬૦) બહારનાં બધાં કાર્યમાં સીમા-મર્યાદા હોય. અમર્યાદિત તો અંતર્નાન અને આનંદ છે. ત્યાં સીમામર્યાદા નથી. અંદરમાં-સ્વભાવમાં મર્યાદા હોય નહિ. જીવને અનાદિ કાળથી જે બાહ્ય વૃત્તિ છે, તેની જો મર્યાદા ન હોય તો તો જીવ કદી પાછો જ ન વળે, બાહ્યમાં જ સદા રોકાઈ જાય. અમર્યાદિત તો આત્મસ્વભાવ જ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk