________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ કણિકા ]
[૫૧
(૪૬)
નિજ ચૈતન્યદેવ પોતે ચક્રવર્તી છે, એમાંથી અનંત રત્નોની પ્રાપ્તિ થશે. અનંત ગુણોની ઋદ્ધિ જે પ્રગટે તે પોતામાં છે. (૧૩૦)
(૪૭)
શુદ્ધોપયોગથી બહાર આવીશ નહિ; શુદ્ધોપયોગ તે જ સંસારથી ઊગરવાનો માર્ગ છે. શુદ્ધોપયોગમાં ન રહી શકે તો પ્રતીત તો યથાર્થ રાખજે જ. જો પ્રતીતમાં ફેર પડયો તો સંસાર ઊભો છે. (૧૩૧)
(૪૮)
ચૈતન્યપરિણતિ તે જ જીવન છે. બહારનું તો અનંતવાર મળ્યું, અપૂર્વ નથી, પણ અંદરનો પુરુષાર્થ તે જ અપૂર્વ છે. બહાર જે સર્વસ્વ મનાઈ ગયું છે તે પલટીને સ્વમાં સર્વસ્વ માનવું છે. (૧૩૭)
(૪૯)
હું શુદ્ધાત્મા ! તું મુક્તસ્વરૂપ છો. તને ઓળખવાથી પાંચ પ્રકારનાં પરાવર્તનોથી છુટાય છે, માટે તું સંપૂર્ણ મુક્તિને દેનાર છો. તારા પર એકધારી દૃષ્ટિ રાખવાથી, તારા શરણે આવવાથી, જન્મ-મરણ ટળે છે. ( ૧૬૬ )
(૫૦)
એક ચૈતન્યને જ ગ્રહણ કર. બધાય વિભાવોથી
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk