________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર ]
[ અધ્યાત્મ કણિકા પરિમુક્ત, અત્યંત નિર્મળ નિજ પરમાત્મતત્ત્વને જ ગ્રહણ કર, તેમાં જ લીન થા, એક પરમાણુમાત્રની પણ આસક્તિ છોડી દે. (૧૭) -
(૫૧) પૂ. ગુરુદેવે મોક્ષનો શાશ્વત માર્ગ અંદરમાં દેખાડ્યો છે, તે માર્ગે જો. (૧૯૪)
(પર) બધાએ એક જ કરવાનું છે-દરેક ક્ષણે આત્માને જ ઊર્ધ્વ રાખવો. આત્માની જ પ્રમુખતા રાખવી. જિજ્ઞાસુની ભૂમિકામાં પણ આત્માને જ અધિક રાખવાનો અભ્યાસ કરવો. (૧૯૫)
(૫૩) ચૈતન્યની અગાધતા, અપૂર્વતા ને અનંતતા બતાવનારાં, ગુરુનાં વચનો વડ શુદ્ધાત્મદેવ બરાબર જાણી શકાય છે. ચૈતન્યના મહિમાપૂર્વક સંસારનો મહિમા છૂટે તો જ ચૈતન્યદેવ સમીપ આવે છે.
હે શુદ્ધાત્મદેવ! તારા શરણે આવવાથી જ આ પંચપરાવર્તનરૂપી રોગ શાંત થાય છે. જેને ચૈતન્યદેવનો મહિમા લાગ્યો તેને સંસારનો મહિમા છૂટી જ જાય છે. અહો! મારા ચૈતન્યદેવમાં તો પરમ વિશ્રાંતિ છે, બહાર નીકળતાં તો અશાંતિ જ લાગે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk