________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦]
[ અધ્યાત્મ કણિકા જ્ઞાયક જ છે. (૧૦૫)
(૪૧) પરમ પુરુષ તારી નિકટ હોવા છતાં મેં જોયા નથી. દષ્ટિ બહાર ને બહાર જ છે. (૧૧૦)
(૪૨) પરમાત્મા સર્વોત્કૃષ્ટ કહેવાય છે. તે પોતે જ પરમાત્મા છે. (૧૧૧)
(૪૩) સહજ તત્ત્વ અખંડિત છે. ગમે તેટલો કાળ ગયો, ગમે તેટલા વિભાવ થયા, તોપણ પરમ-પરિણામિકભાવ એવો ને એવો અખંડ રહ્યો છે; કોઈ ગુણ અંશે પણ ખંડિત થયો નથી. (૧૧૨).
(૪૪) ગમે તેવા સંયોગમાં આત્મા પોતાની શાંતિ પ્રગટ કરી શકે છે. (૧૧૬)
(૪૫) ગુરુની વાણીથી જેનું હૃદય ભૂદાઈ ગયું છે અને જેને આત્માની લગની લાગી છે, તેનું ચિત્ત બીજે કયાંય ચોંટતું નથી. તેને એક પરમાત્મા જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. (૧૧૯)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk