________________
જયારે મહા-પ્રલય થાય છે,ત્યારે બીજું કંઈ પણ અવશેષ રહેતું નથી,પણ માત્ર - શાંત,અજર,અમર,અનંત,કેવળ,સૂક્ષ્મ,ઉપાધિરહિત,સર્વોત્તમ અને અનાત્મ-પદાર્થો થી રહિત - એ પર-બ્રહ્મ જ શેષ રહે છે.
જયારે સૃષ્ટિ નો આરંભ થાય છે,ત્યારે એ બ્રહ્મ નો સ્વભાવ "જ્ઞાન-માત્ર" હોવાથી - તેમાં "પર્વત ના જેવું" અને "હું દેહ છું" એમ કહેવાના પાત્ર-રૂપ એવું "વિરાટ-સ્વરૂપ" આપણી "વાસના-રૂપ-હેતુ થી"
"કાક-તાલીય-ન્યાય" (કાગનું બેસવું-તાડનું પડવું) વડે સ્ફૂરી નીકળે છે.
અને તે જ વખતે, સ્વપ્ન-ના "શરીર" જેવો "મિથ્યા" આકાર -અકસ્માત જ જોવામાં આવે છે.
સૃષ્ટિ ના આરંભમાં એ "પર-બ્રહ્મ-રૂપ-આકાશ" માં એ "આકાશજ" બ્રાહ્મણ રહેલો છે.અને એનેદેહ,કર્મો,કર્તા-પણું,કે વાસના-કંઈ પણ નથી,અને શુદ્ધ ચિદાકાશ-રૂપ,જ્ઞાનઘન,પ્રભારૂપ અને વ્યાપક છે. તેને પૂર્વ-જન્મ ની વાસનાઓ ની કાંઈ પણ જાળ નથી.
જો એના ચિત્ત ની વૃત્તિ બહિર્મુખ ન હોય તેઓ તે હમણાં જેવો જોવામાં આવે છે,તેવો પણ જોવામાં આવે નહિ.
આથી પર-બ્રહ્મ ના જ્ઞાનથી,વિષયનું મિથ્યા-પણું જાણવામાં આવે તો-પછી,વિષયો ને જાણનારી સર્વ લાગણીઓ,પણ ચૈતન્ય-રૂપ થઇ જાય,એટલે પછી,તેમાં,પંચ-મહાભૂતો નો સંભવ જ ક્યાંથી અને કેવો હોય? તો,હે મૃત્યુ,તું એ આકાશજ બ્રાહ્મણ ને દબાવવાનો પ્રયત્ન જ કરીશ નહિ, કારણકે આકાશ કોઈ સમયે અને કોઈથી પણ પકડી શકાતું નથી.
વશિષ્ઠ કહે છે કે-યમ ની આવી વાત સાંભળીને, મૃત્યુ વિસ્મય પામ્યો અને પાછો પોતાના સ્થળે ગયો. રામ કહે છે કે-આ,તો આપે સ્વયંભૂ અજન્મા,એકાંતમાં અને વિજ્ઞાન-રૂપ -એવા મારા પ્રપિતામહ, બ્રહ્માની જ કથા (આકાશજ બ્રાહ્મણ નું ઉદાહરણ આપીને) કહી છે એમ હું ધારું છું.
વશિષ્ઠ કહે છે-કે-હે,રામ,તમે ધારો છો તે સાચું છે.મેં બ્રહ્માની જ વાત કહી છે. બે મનુઓ ના સંધિ-કાળમાં, મૃત્યુએ જયારે બ્રહ્મા ને દબાવવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે યમરાજા એ -તેને ઉપર મુજબ સમજ આપી હતી. જે કામ નિત્ય કરવામાં આવતું હોય,તે કામ માં જ રુચિ વધતી જાય છે,એ સ્વાભાવિક છે,
આથી સર્વ ને મારતા મૃત્યુ ને બ્રહ્મા ને મારવાનું પણ મન થયું હતું.
પણ બ્રહ્મા તો પર-બ્રહ્મ-રૂપ છે.મૃત્યુ તેને શી રીતે દબાવી શકે?
બ્રહ્મા નું શરીર કેવળ મનોમાત્ર અને સંકલ્પમાત્ર છે.અને પૃથ્વી આદિ પંચમહાભૂતો થી રહિત છે.
બ્રહ્મા એ-પર-બ્રહ્મચિદાકાશ ના -"ચમત્કાર-રૂપ" છે.અને અનુભવ-રૂપી આકારવાળા છે-તેથી તે પરબ્રહ્મ જ છે. અને તેમને (બ્રહ્માને) કારણ-પણું કે કાર્ય-પણું કાંઈ જ નથી.
જેમ સંકલ્પ થી ઉત્પન્ન થયેલા પુરુષને પૃથ્વી આદિ પંચભૂતો નો સંબંધ હોતો નથી, અને,તે,
જેમ આકાશ માં સ્ફુર્યા કરે છે,તેમ,બ્રહ્મા પણ પર-બ્રહ્મ માં સ્ફુર્યા કરે છે.
જેમ,સ્વપ્નમાં તથા સંકલ્પમાં -પંચ મહાભૂતો સાથે સંબંધ થયા વિના -નગર-વગેરે દેખાય છે, તેમ,બ્રહ્મા પણ પંચમહાભૂત થી રહિત હોવા છતાં દેખાય છે.
પરમાત્મા માં દૃશ્ય કે દ્રષ્ટા કાંઈ નથી,કેવળ ચૈતન્ય-પણું જ છે,તો પણ,તેમાં બ્રહ્મા પ્રતીત થાય છે. મન નું તે રૂપ સંકલ્પ માત્ર જ છે.તે પંચમહાભૂતો સાથે જોડાયેલું નથી,અને તે મન જ બ્રહ્મા કહેવાય છે. માટે બ્રહ્મા પરમાત્મા ના સંકલ્પ-રૂપ પુરુષ છે.અને તેમાં પૃથ્વી-આદિ પંચમહાભૂત નથી. જેમ,ચિત્ર ચિતરવાનો પ્રારંભ કરતાં પહેલાં ચિતારા ના મનમાં દેહ વિનાનું પુતળું ખડું થાય છે, તેમ,પરમાત્મા ના નિર્મળ મનમાં બ્રહ્મા ભાસે છે.
73