________________
સાધનો (શમ-વગેરે) ની સંપત્તિ મેળવીને મનન કરનારા પુરુષનું મન, આ જાણવા યોગ્ય વસ્તુને જાણ્યા પછી,પરમ-પદ ને ઈચ્છતું ન હોય તો પણ, પરવશ થઈને તે પરમ-પદ ને પામે છે. કેમ કે, અજ્ઞાન નો તથા તેના કાર્યો નો નાશ કરીને,જાગ્રત થયેલી, એ “અખંડિત-ઉત્તમ-વસ્તુ” જ્ઞાન ને આધીન હોવાથી,મન ને કદી પણ ત્યજતી નથી.
મુમુક્ષ-પ્રકરણ-સમાપ્ત