________________
મન નો નાશ ન થાય ત્યાં સુધી વાસનાનો નાશ થતો નથી. અને આ બંને નો નાશ ન થાય ત્યાં સુધી સાક્ષાત્કાર થતો નથી.
સંસાર સાથે આસક્તિ જ અનર્થો નું કારણ છે. સંસાર માં રહેવા થી દુઃખ નથી પણ સંસાર ને મન માં લાવી, તેની સાથે મન આસક્ત થાય છે ત્યારે જ દુઃખો પેદા થાય છે, માટે મન થી સંસારની આસક્તિ નો ત્યાગ કરવા થી બંધન છૂટી જાય છે અને આસક્તિ નો ત્યાગ એ જ મોક્ષ છે.
૬) નિર્વાણ પ્રકરણ
શાસ્ત્રાભ્યાસ કે ગુરૂ એ બાહ્ય સાધનો છે, તેનાથી કંઈ પરમપદ ની પ્રાપ્તિ થતી નથી.પણ કેવળ આપણી પોતાની અંતર- શુદ્ધિ અને શુદ્ધ બુદ્ધિ થી જ પરમપદ પામી શકાય છે.
“મારા થી ભિન્ન કોઈ વસ્તુ નથી,આ સંસાર ચક્ર જે અનાદિ કાળ થી ચાલી રહ્યું છે, તે બ્રહ્મ થી અને મારાથી ભિન્ન નથી.હું શિવ-સ્વરૂપ છું,દ્રષ્ટા છું" આવું જે જ્ઞાન છે તે જ માત્ર પરમપદ છે.બીજું કોઈ પરમપદ નથી. અને આવા જ્ઞાનના ઉદય થયા પછી,સર્વ અહમ નો ત્યાગ થઇ જાય છે. અને શરીર વિદ્યમાન (હોવા) છતાં પણ તેવો જ્ઞાની પુરુષ વિદેહ (કૈવલ્ય) ને પ્રાપ્ત થાય છે.