________________
જેમ,બાળકને “પોતાની મૂર્ખતા” ને લીધે,(મનમાં) (ખોટા) ભૂત નો ઉદય (ખોટું ભૂત ઉભું) થાય છે, તેમ,"વિચાર-વગરની-બુદ્ધિવાળા” મૂર્ખ પુરુષના મનમાંથી વજ્ર-જેવા ખોટા સંસારનો ઉદય થાય છે. જેમ,ભૂત-પિશાચો —એ અંધારામાંથી ઉત્પન્ન થાય છે,તેમ જે કોઈ દુષ્ટ આરંભો-આચારો-ચિંતાઓ છે, તે “અવિચાર” થી જ ઉત્પન્ન થાય છે.
હે,રઘુનંદન,અવિચારી પુરુષ સર્વ-સારા-કાર્યો કરવામાં અસમર્થ છે,માટે તેમને સઘળી રીતે દૂર રાખજો.
“વિચાર” થી જ જીવનમુક્ત થયેલા જીવો,સૂર્ય ની પેઠે પ્રકાશી ને દશે દિશાઓમાં પ્રકાશ કરે છે. અને ઘણાં પ્રાણીઓના સંસાર ના ભય-રૂપી-અંધકાર ને મટાડે છે.
જગતના જે કોઈ પદાર્થો છે,તેઓ,સઘળા "અવિચાર”થી જ સારા લાગનારા છે, પણ-તે પદાર્થો-સત્યમાં અસ્તિત્વ વિનાના છે,અને વિચારથી વીંખાઈ (દૂર થઇ) જનારા છે.
“બ્રહ્માકાર ની સ્થિતિ” (વિચાર થી થનારી) એ જગતની વિષમતા થી રહિત છે સુખ-રૂપ છે, બાધા રહિત છે,અનંત છે,અને સ્વાભાવિક છે.તે “વિવેક-રૂપી” વૃક્ષ નુ ફળ છે એમ સમજો.
“વિચાર-રૂપ” મોટી “ઔષધિ” (દવા) થી સિદ્ધ થયેલ સાધુ પુરુષ નિષ્કામ બને છે અને કોઈ પણ અપ્રાપ્ત (તેની પાસે ના હોય તેવા) સુખ ને ઇચ્છતો નથી. તેવી જ રીતે પ્રાપ્ત સુખ ને છોડી પણ દેતો નથી.
એવા “જીવન-મુક્ત” વિવેકી નું “ચિત્ત” પરમ-પદનું અવલંબન (આધાર) કરીને, નુ “આભાસ-રૂપે” (છાયા-રૂપે) રહેલું હોય છે,તેથી તે વિનાશ પામતું નથી.
આવા ચિત્ત (પરમ-પદ ના આધારવાળા) ની સઘળી વિક્ષેપ કરનારી “વાસનાઓ” બ્રહ્મ-રૂપ થયેલી હોવાથી,તેમાં રાગ-દ્વેષ –વગેરે ક્રંદ ની વૃત્તિઓ ઉઠતી નથી.તેથી કોઈ વિક્ષેપ આવવાનો સંભવ નથી.
આ જગતને “સ્થિર-પણા” થી કેવળ “સાક્ષી” ની પેઠે જોયા કરતો,એવો જીવન-મુક્ત પુરુષ, વિષયોમાં મન પરોવતો નથી,વિષયો ને સાચા સમજી ને તેમને ભોગવતો નથી, તો,સાથે-સાથે વિષયોમાં,ઉત્કંઠા (વિષયો ભોગવવાની ઈચ્છા) કરતો નથી,અને શાંત રહે છે. જો કે તે સુષુપ્તિ-વાળાની પેઠે વિષયોને (વાસનાઓને) દૂર રાખી કે ત્યાગી ને શાંત રહેતો નથી, કે સ્વપ્ન-વાળાઓની પેઠે અંદરની વાસનાઓ માં ડૂબતો પણ નથી.(અનાશક્ત રહે છે)
તે બહારના વિષયોમાં મૂંઝાઈને રહેતો નથી,કે ક્રિયા-રહિત થતો નથી,કે ક્રિયાઓમાં ડૂબી જતો નથી. એ ગઈ (ચાલી ગયેલી) વસ્તુઓની ઉપેક્ષા કરે છે,ને પ્રાપ્ત વસ્તુઓ નો સ્વીકાર કરે છે,પણ, પોતાની મર્યાદાઓને છોડતો નથી,અને (અનાસક્ત રહી) ક્રિયાઓ ને ચલાવ્યા કરે છે.
ઉદાર “વિચાર-વાળા” મહાત્મા-જીવનમુક્ત-યોગીઓ આ પ્રમાણે પૂર્ણ મનથી (ચિત્તથી) આ જગતમાં વિહાર કરે છે,એ ધીર પુરુષો પોતાની ઈચ્છા પ્રમાણે,લાંબા કાળ સુધી,જગતમાં રહીને અંતે “આભાસ”-જેવા દેહને છોડી દે છે.અને પરિચ્છેદ (અંત) વગરના “વિદેહ-કૈવલ્ય” ને પામે છે.
આ રીતે “વિચાર” થી જ પુરુષાર્થ પ્રાપ્ત કરાવનાર કર્મકાંડ-વગેરે- તથા
વેદાંત ના સિદ્ધાંત નાં તત્વો નો નિર્ણય કરી શકાય છે.
55
“વિચાર-રૂપી” સુંદર “આંખ” અંધારામાં પણ શક્તિ -રહિત થતી નથી,અને તીવ્ર પ્રકાશમાં અંજાઈ પણ જતી નથી,તેથી દૂરની અને “અંતરાય” વાળી વસ્તુઓ પણ જોઈ શકાય છે.