________________
44
જેમ અંધારામાં દોરી ને સર્પ માની લેવામાં આવે છે, તેમ મૂર્ખ બુદ્ધિ વાળા લોકોએ, ભ્રાંતિ થી આવી વાતો થી “આ દૈવ છે” એવો નિશ્ચય પકડી લીધો છે. જે દુબુદ્ધિવાળો પુરુષ,મૂર્ખ લોકો ના આવા માત્ર “અનુમાનથી સિદ્ધ થતા દૈવ” ને માનતો હોય તોતેણે “દૈવયોગે હું નહિ જ બળું”એમ સમજી ને આગમાં કુદી પડવું જોઈએ ??....!!!
જો દૈવ જ કર્તા હોય તો મનુષ્યને ક્રિયા કરવાનું શું પ્રયોજન છે? કારણકે દૈવ જ મલોત્સર્ગ સ્નાન, દાન,આસન, મંત્રોચ્ચાર-વગેરે ક્રિયાઓ કરશે..! જો,દૈવ જ કર્તા હોય તો,પછી પુરુષ,મૂંગો બની જશે,અને તે તો દૈવ ચલાવશે તેમ જ ચાલશે, પછી તેને શાસ્ત્ર નો ઉપદેશ કરવાનું પ્રયોજન શું?
જગતમાં એક “શબ” (મરેલું શરીર) સિવાય ક્યાંય ક્રિયારહિતપણું જોવામાં આવતું નથી, અને એજ રીતે,માત્ર ક્રિયા (કર્મ) થી જ ફળ ની પ્રાપ્તિ થતી આ જગતમાં જોવામાં આવે છે. આથી દૈવ વ્યર્થ છે,કોઈ આકાર વગરનું (જોઈ ના શકાય તેવું) છે,અને , તે કોઈ આકારવાળા પુરુષની સાથે રહીને કોઈ ક્રિયા કરે તે પણ અસંભવિત છે.
જોશીઓએ કોઈ મનુષ્ય માટે “અમુક મનુષ્યનું આયુષ્ય ઘણું લાંબુ છે” એવું ભવિષ્ય ભાખ્યું હોય, તેવા મનુષ્ય નું માથું કાપી નાખવામાં આવે છતાં તે જીવતો રહે, તો જ દૈવ ને ઉત્તમ ગણવું જોઈએ.!! જોશીઓએ એવો નિર્ણય લીધો હોય કે “આ માણસ પંડિત થશે” ને તે માણસ ભણાવ્યા વગર પણ શાસ્ત્રો ને સમજી જાય તો, દૈવ ને ઉત્તમ ગણવું જોઈએ...!! (પણ આમ બની શકતું નથી)
હે, રામ,મુનિપણું પામેલા આ વિશ્વામિત્ર મુનિએ દૈવ ને દૂર હટાવીને પુરુષાર્થ થી જ, ક્ષત્રિયપણામાંથી, બ્રાહ્મણ-પણું મેળવ્યું છે. બીજા મુનિપણું પામેલા મહાત્માઓ આકાશમાં ચાલવાની અને એવી બીજી શક્તિઓ પણ પુરુષાર્થ થી જ પામેલા છે,દૈવ થી નહિ.
હે, રામ,કોઈ પણ પુરુષાર્થ, (ભલે તે બ્રહ્મ ને પામવાનો હોય કે ભોગવિલાસ નો હોય) તે કંઈ કોઈ જડીબુટ્ટી કે જાદુ થી થઇ જતા નથી,તે પુરુષાર્થ તો કરવા પડે છે. માટે,તમે દૈવ ની કોઈ અપેક્ષા રાખો જ નહિ અને પુરુષાર્થ નો આશ્રય કરો, એ “દૈવ” તો માત્ર પોતાની કલ્પનાથી જ માની લેવાયું છે,મિથ્યા (ખોટું) છે, અને સર્વ ઉદ્યોગો અને ફળોથી વિરુદ્ધ છે.
(૯) કર્મ નો વિચાર
શ્રીરામ પૂછે છે કે જગતમાં ઘણી જ પ્રતિષ્ઠા પામેલું આ દેવ શી વસ્તુ કહેવાય છે? તે મને કહો. વશિષ્ઠ કહે છે કે સર્વત્ર પુરુષાર્થ જ સઘળાં કાર્યો નો કરનાર અને કાર્યો ના ફળોનો ભોગવનાર છે. તેમાં દૈવ કંઈ કશું કરતું નથી,કે કંઈ કશું ભોગવતું પણ નથી. તે દૈવ છે જ નહિ, કે જોવામાં આવતું નથી.વિદ્વાનો તેને માન આપતા નથી,ને તેને મિથ્યા માને છે. કેવળ મૂર્ખાઓએ તેને અમુક કલ્પના થી ઉભું કર્યું છે.
ફળ આપનારા પુરુષાર્થ વડેથી જે ફળ સિદ્ધ થાય છે, તે ફળ કોઈને સારું લાગે છે તો કોઈને ખરાબ લાગે છે, અને તે વાત જ દેવ શબ્દ થી કહેવાય છે. કર્મનું ફળ મળ્યા પછી,”મારી આવી બુદ્ધિ થઇ હતી ને આવો મારો નિશ્ચય હતો”