________________
હે,મુનિ,આ સંસાર (જગત) -વિદ્વાન લોકોના મન (ચિત્ત) ને પણ આશ્ચર્ય આપનાર છે,ચમત્કારિક છે, તો પછી,સાધારણ મનુષ્ય ને તો તેનું રહસ્ય સ્વપ્નમાં પણ કદી જાણવામાં આવતું નથી. ખરે,તો સંસાર અને સંસારની કલ્પના,એ મિથ્યા છે.
છતાં એ સંસારનું એટલું બધું મહત્વ થઈ ગયું છે કે-તેના લોભ અને મોહ ને લીધે દુઃખી થયેલા, લોકો ના મનમાં,બાલ્યાવસ્થા જઈને ઉત્તરાવસ્થા આવવા છતાં પણ,
પરમાત્મા ના નિરૂપણ ની વાત ઉદય પામતી નથી.(પરમાત્મા વિષે કોઈ ને વિચાર આવતો નથી)
હમણાં ના માણસો,પોતાના શરીર ના પોષણને માટે જ વિષય,વિનય તથા ધન નો ઉપયોગ કરી, તેનો વ્યર્થ નાશ કરી નાખે છે.વળી,વિષય વાસનાઓ માં આસક્ત થઈને,અનેક પ્રકારની કુટિલતા ભરેલી,કુશળતામાં તત્પર રહે છે.આવામાં -સજ્જન તો સ્વપનમાં પણ મળવો મુશ્કેલ છે.
સઘળી ક્રિયાઓ અવશ્ય દુઃખ ઉત્પન્ન કરે તેવી જ છે,તો મારે આ જીવિત-રૂપ (જીવનની) દશા શી રીતે કાઢવી (વ્યતીત કરવી) તે હું જાણતો નથી.
(૨૮) સર્વમાં “ફેરફાર થનાર” સ્વભાવનું વર્ણન
રામ બોલ્યા-જેમ,સ્વપ્નમાં “સભા” મળેલી હોય (એકઠી થઇ હોય) તે ખોટી અને અસ્થિર છે, તેમ,આ જે કંઈ સ્થાવર-જંગમ જગત જોવામાં આવે છે તે “અસ્થિર” છે.(જગત સ્થિર નથી) હે,મુનિ,આજે જે ખાડો જોવામાં આવે તે,કોઈ દિવસે (વખતે) પહાડ બની જાય છે,અને તે જ પહાડ કોઈ વખતે પૃથ્વીની બરોબર કે કૂવો બની જાય છે.
જે શરીર આજે,રેશમી વસ્ત્રો,માળા-મોતી મેં ચંદન થી શણગારાયું હોય તે –જ શરીર,
કોઈ વખત દિગંબર (નગ્ન) અવસ્થામાં દૂર ખાડામાં જોવામાં આવે છે.
આજે જે વિવિધતાથી ને વસ્તીથી ભરપુર નગર છે તે કોઈ વખતે ઉજ્જડ રણ જેવું થઇ જાય છે.અને આજે જે રણ કે વન છે તે કાલે વસ્તીથી ભરપૂર નગર બની જાય છે.
હે,મુનિ,આજે જે પુરુષ,અધિક ધન નો અધિપતિ (માલિક) થઇ ગયો હોય છે તે એક વખત રાખ ના ઢગલા-રૂપ થઇ જાય છે.અને આમ,જગતમાં -જળ ની જગ્યાએ સ્થળ તો સ્થળ ની જગ્યાએ જળ થઇ જાય છે.
આખું જગત એ દિવસો જતાં વિપરીત (ઉંધુ-જુદું) થઇ જાય છે. યુવાની,બાળપણ,ઘડપણ-પામતા શરીર અને દ્રવ્યો (વસ્તુઓ) ના સમુહો –અનિત્ય છે અને, તેઓ તરંગો ની પેઠે,નિરંતર એક સ્વભાવ ને છોડી બીજા સ્વભાવ ને પ્રાપ્ત થયા કરે છે.
જેમ,પવનમાં(વાયુમાં) નાના દીવા ની જ્યોત ચંચળ (હાલતી) રહે છે, જેમ,વીજળી ના ચમકારા માં,આ ત્રણે લોક ની શોભા (ક્ષણિક) દેખાય છે,અને જેમ,"જુદાં જુદાં બીજ” પાણી ના સંસર્ગથી ફેરફાર પામ્યા કરે છે
તેમ.આ સઘળાં જીવો-કર્મો ની ગતિથી,નિરંતર ફેરફાર પામ્યા કરે છે.
આપણને જેમ,તે જુના દિવસો,તે ગુજરી ગયેલા વડીલો,તે જુની વધુ કે ઓછી સંપત્તિઓ,અને તે જુની થઇ ગયેલી ક્રિયાઓ-વગેરે માત્ર સ્મરણમાં (યાદમાં) જ રહ્યું છે,
તેમ આપણે પણ થોડા સમય પછી (આપણા ચાલ્યા ગયા પછી) લોકો ના સ્મરણમાં જ રહીશું.
27
જે,ધન,બંધુ,મિત્ર,સ્ત્રી,પુત્ર,ઘર,ચાકર,વૈભવ-એ બધું એક વખત વિનાશ પામવાનું છે, એ જે સમજ્યો છે તેને એ ભયના લીધે,એ બધું રસ વગરનું લાગે છે.