SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ 234 માટે મરણ નો શા માટે ભય રાખવો? મનુષ્ય નું મન આ લોકમાં –આ લોક રૂપે અને પરલોકમાં –પર લોક રૂપે રહે છે. એવી રીતે મોક્ષ થતા સુધી ચિત્ત વિના બીજી કોઈ વસ્તુ નથી, અને આત્મા ને મેળવવા માટે (મોક્ષ ને માટે) તે ચિત્ત ની શાંતિ કર્યા વિના –બીજો કોઈ ઉપાય નથી,એમ તત્વવેતા મુનિઓએ નિશ્ચય કર્યો છે. મન ની શાંતિ થયા પછી,હૃદયમાં શુદ્ધ બોધ (જ્ઞાન) થયા પછી, મન ના લય માત્ર થી વિશ્રાંતિ ઉત્પન્ન થાય છે,એટલા માટે હૃદયાકાશમાં ચૈતન્ય-રૂપી ચક્ર ની ધારથી મન નું મારણ કરો.તો તમને આધિઓ (મનોહર વિષયો) બાધ કરશે નહિ,પણ ઉપરથી, મનોહર લાગતા વિષયોને જ્ઞાન-પૂર્વક તેમના દોષો જોઈને તેમનું અમનોહર-પણું જાણશો, ત્યારે તે વિષયોના અંગો કપાઈ જશે. “આ હું” તથા “આ મારું” એવી બુદ્ધિ થવી તે જ મન છે,ને એવું મન અસંલ્પ-રૂપી દાતરડા થી જ છેદાય છે. વળી,અહંતા-મમતા ના અભાવ થી મન શુદ્ધ થાય છે, અને સ્વાધીન, કોમળ અને સ્વચ્છ મન ના “અસંકલ્પ”માં ભય માત્ર નથી. જેમ પિતા પોતાના બાળક ને કલ્યાણ ના માર્ગ માં જોડે છે-તેમ મન ને પણ કલ્યાણ ના માર્ગ માં જોડવું. જે મનુષ્ય,કોઈથી જલ્દી નષ્ટ ના થઇ શકે તેવા દુઃખ-રૂપ સંસારને વધારનાર ચિત્ત ને મારે છેતે આ જગતમાં જય (મોક્ષ) ને પામે છે અને બીજાઓને પણ તે મોક્ષ અપાવે છે. આમ, મન ના સંકલ્પ થી જ ભયંકર ભય ઉપજાવનાર વિપત્તિ ઉત્પન્ન થાય છે. મન-રૂપી બીજમાંથી,સુખ-દુઃખ,તથા શુભ-અશુભ-વગેરે ઉત્પન્ન થાય છે. માટે પરમ-પદવી-રૂપ (બ્રહ્મ-રૂપ) સિંહાસન નો આશ્રય કરીનેઅસંકલ્પ થી સાધ્ય તથા સકળ સિદ્ધિ ને આપનાર,એવા (અસંકલ્પ-રૂપી) સામ્રાજ્યમાં સુખ થી રહો. જેમ,ચિતામાં લાકડાનો નાશ થયા પછી ભસ્મ થયેલો અંગારો –તાપ ની શાંતિ કરે છેતેમ,ક્રમે કરીને નષ્ટ થયેલું મન ઉત્તમ આનંદ ને આપે છે. જે,પરમ-પવિત્ર છે, અને જે સર્વથા અહંકારથી રહિત છે-એવી “મન ની અભાવતા” (વિમનસ્તા) કરીને, જન્મ-આદિ વિકારો થી રહિત (અવશેષ-રૂપ) પરમ પવિત્ર પદ તમને પ્રાપ્ત થાઓ. (૧૧૨) ચિત્ત-ક્ષય ના ઉપાય અને વાસના-ત્યાગ નું વર્ણન વશિષ્ઠ કહે છે કે- હે રામ, તીવ્ર વેગ-વાળું મન જે જે પદાર્થમાં જેવીકેવી ઈચ્છા કરે છે-તે તે પદાર્થમાં તેવી તેવી ઇચ્છિત વસ્તુ ને તે જોઈ શકે છે.જેમ,જળમાં પરપોટાઓ કોઈ નિમિત્ત વિના પણ સ્વભાવ થી જ ઉત્પન્ન થઈને પાછા નાશ પામે છે તેમ, મન નું તીવ્ર-વેગ-પણું ઉત્પન્ન થઈને પાછું નાશ પામે છે. અને આ તીવ્ર-વેગ વળી ચપળતા એ “મન નું રૂપ” છે. રામ પૂછે છે કે-હે,બ્રહ્મન, મન અતિ ચપળ છે, તો તેની ચપળતા અને વેગ નું,કેમ કરીને નિવારણ થઇ શકે? વશિષ્ઠ કહે છે કે-ચંચળતા વિનાનું મન ક્યાંય જોવામાં આવતું નથી.જેમ,ઉષ્ણતા એ અગ્નિ નો ધર્મ છે, તેમ,ચંચળતા એ મન નો ધર્મ છે. જગતના “કારણ-રૂપ” એવી “માયાથી યુક્ત તે “ચૈતન્ય”માં જે "ચંચળ-સ્પંદ-શક્તિમાં રહેલી છેતે જગતના “આડંબર-રૂપ-માનસી-શક્તિ” (માયા) છે. એમ તમે સમજો. જેમ,સ્પદ તથા અસ્પદ વિના વાયુ ની સત્તા નથી,તેમ,ચંચળતા-રૂપી સ્કંદ વિના ચિત્ત ની સત્તા નથી. જે મન ચંચળતા વિનાનું છે તે મન મરેલું કહેવાય છે, અને તેને જ શાસ્ત્ર ના સિદ્ધાંત-રૂપ મોક્ષ કહે છે.
SR No.008125
Book TitleYog Vaasishtha Part 01
Original Sutra AuthorN/A
AuthorAnil Pravinbhai Shukla
PublisherAnil Pravinbhai Shukla
Publication Year2014
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Other
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy