SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ અમારા રાજાએ આ ઘોડો આપને ભેટ રૂપે મોકલ્યો છે,આપ તેનો સ્વીકાર કરો. પછી,જેમ મેઘની ગર્જના શાંત થયા પછી ચાતક પ્રાર્થના કરે છે તેમ,પેલા ઇન્દ્રજાળ કરનાર માણસે રાજાને કહ્યું કે-હે,પ્રભુ,તમે આ સુંદર ઘોડા પર બેસીને પૃથ્વી પર વિહાર કરો. રાજાએ જ્યાં થોડીવાર ઘોડા સામે દૃષ્ટિ કરી-તો તે ઘોડાને જોતાં,જોતજોતામાં તો તે રાજા જાણે ચિત્રમાં આલેખાયેલો હોય તેવો સ્થિર (જડ) થઇ ગયો. કલાકો સુધી તે રાજા પોતાના આત્મામાં ધ્યાનથી મસ્ત થયો હોય તેમ તે સિંહાસન પર બેસી રહ્યો. અને રાજા કોઈ વિચાર કરે છે તેમ સમજીને,સભાના કોઈ પણ માણસે તે રાજાને જાગ્રત કર્યા નહિ. વિસ્મયમાં પડેલા સર્વ સભાસદોની ચેષ્ટાઓ પણ બધ પડી ગઈ.અને સભાનો કોલાહલ શાંત થઇ ગયો. સંદેહમાં પડેલા રાજા ના મંત્રીઓ ચિંતામાં પડી ગયા. (૧૦૫) લવણરાજા નું મોહ થી સ્વસ્થ થવું વશિષ્ઠ કહે છે કે- હે,રામ,થોડાક કલાક પછી રાજા જયારે જાગૃત થયા ત્યારે તેમનો દેહ કંપવા લાગ્યો અને તે આસન પરથી તે પડી જશે તેવું તેની પાસે રહેલા મંત્રીઓને લાગ્યું એટલે પોતાના હાથ થી તે રાજાને પકડીને સંભાળ્યો. થોડીવારે રાજાએ કંઈક અસ્પષ્ટ અવાજમાં પૂછ્યું કે-આ કોનો પ્રદેશ છે?તથા આ કોની સભા છે? ત્યારે મંત્રીઓ એ કહ્યું કે-હે,દેવ આ શું?તમારી આવી સ્થિતિ જોઈ અમે અત્યંત આકુળ થયા છીએ. મનુષ્યનું મન,તો અભેદ છે, તે છતાં,ભ્રમથી તે કોઈ પણ નિમિત્ત વિના પણ ભેદને પામે છે. જેવી રીતે,રાગ (આસક્તિ) ને લીધે,શરૂમાં રમણીય લાગતા અને અંતમાં રસ વગરના એવા ભોગોમાં – મન મોહ પામે છે,તેવી રીતે તમારું મન કયા પદાર્થમાં મોહ પામ્યું છે? તમારું મન તો-તમારા ઉદાર આચરણને લીધે અને અત્યંત વિવેકના લીધે નિર્મળ છે, તો પછી તે મન,આ સમયે કેમ ભ્રમમાં ડૂબી ગયું છે? જે મનુષ્યનું મન,તુચ્છ પદાર્થમાં લાગેલું હોય,અને વિષયસુખ મળવાથી આનંદ પામતું હોય કે,અને વિષયસુખ ના મળવાથી ખેદ પામતું હોય,તેવા મનુષ્યો નું મન જ લોવૃત્તિમાં મોહ પામે છે. દેહના અભિમાન વડે,અવિવેક દશામાં સંસારના જે વિષયમાં મનની વૃત્તિ ઉઠેલી હોય,તેજ વિષયમાં મનોવૃત્તિ હોય કરે છે,પરંતુ,હે,રાજન,તમારું મન કદી તુચ્છ પદાર્થમાં લાગ્યું નથી,વળી તે, ધીરજવાન અને જ્ઞાનવાન છે.આમ છતાં આજે તે જ મન મોહિત થયેલું જણાય છે તે જોઈ આશ્ચર્ય થાય છે. જે મનુષ્ય ને વિવેક નો અભ્યાસ નથી,અને જે દેશ-કાળ ને વશ થયો છે, તેનું મન મંત્ર અને ઔષધ ને વશ થાય છે.પણ ઉદાર આચરણવાળનું મન મંત્ર ઔષધ ને વશ થતું નથી. પરંતુ જેમ,વંટોળ, એ મેરુ પર્વતને ધૂણાવી મૂકે તેમ,તમે તમારા ઉદાર અને વિવેક-સંપન્ન મન ને મોહ વડેકેમ ધૂણાવી રહ્યા છો? આ પ્રમાણે મંત્રીઓએ રાજાને અનુકૂળ વચનો થી આશ્વાસન કર્યું,ત્યારે રાજાની કાંતિ પછી આવી,દેહનો કંપ બંધ થયો અને મુખ સૌમ્ય થયું ત્યારે તે રાજાએ,તેની પાસે બેઠેલા તે ઇન્દ્રજાળ કરનાર મનુષ્ય ને જોયો,તેને ખેદ થયો, અને રાજાને પહેલાં ની સ્મૃતિ પ્રાપ્ત થઇ. રાજાએ હાસ્ય કરીને તે ઇન્દ્રજાળ કરનાર માણસ ને કહ્યું કે 226
SR No.008125
Book TitleYog Vaasishtha Part 01
Original Sutra AuthorN/A
AuthorAnil Pravinbhai Shukla
PublisherAnil Pravinbhai Shukla
Publication Year2014
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Other
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy