________________
ગંભીર,અપાર પોલાણવાળી શૂન્ય તથા વિકારથી યુક્ત જે આ “સંસાર" છે તે જ મહાઢવી છે. (સંસાર=મહાટવી) મન ના વિવેક થી વિચાર નહિ કરવાથી તે “સંસાર” (મહાટવી) પ્રાપ્ત થાય છે,અને જયારે તે “એક અદ્વિતીય વસ્તુથી પૂર્ણ છે” એમ નિશ્ચય થાય ત્યારે તે “શૂન્ય” થાય છે. (છે જ નહિ)
તે મહાટવી (સંસાર) માં મોટા આકારના પુરુષો ભ્રમણ કર્તા હતા તેમ મેં જે કહ્યું તે-સંસારમાં ના “મનુષ્યોના મન” રૂપી સમજવા. (મોટા આકારના પુરુષો=મન)
હે,રામ,”વિવેક” છે તે મન-રૂપી પુરુષનો “દ્રષ્ટા” છે.અને વિવેક વડે જ મેં તમને (મન ને) જોયેલા છે. જેમ,સૂર્ય પોતાના પ્રકાશથી કમળ ને જાગ્રત કરે છે,
તેમ,વિવેક થી હું (મોટા આકાર ના) પુરુષો ને (મન ને) બોધ કરુ છું.
મારા બોધને સ્વીકારીને મારા પ્રસાદથી કેટલાંક શાંતિ પામીને પરમ પદવી પામી ગયા,
પણ મોહને લીધે મારું જે અભિનંદન ના કરતાં તિરસ્કાર કરે છે,તેઓ અંધારા કુવામાં પડે છે.
હે રામ,આગળ જે અંધારા કવા કહ્યા છે તેને “નરક” સમજવા અને
જેમણે “કેળના વન"માં પ્રવેશ કર્યો તે મન “સ્વર્ગ"ના રસ-વાળા છે તેમ સમજવા
જેમણે અંધારા કૂવામાં પ્રવેશ કર્યો અને ત્યાંથી બહાર નીકળ્યા નથી,
એ મન મહા-પાપી હોવાથી નરકમાંથી નીકળ્યા નથી તેમ સમજવું. જેમણે કેળના વનમાં પ્રવેશ કર્યા પછી ત્યાંથી બહાર નીકળ્યા નથી,
એ મન પુણ્યવાન હોવાથી સ્વર્ગમાં રહ્યા છે ને સ્વર્ગ નું સુખ હજી પણ ભોગવી રહ્યા છે-તેમ સમજવું. (સ્વર્ગ માંથી પણ પુણ્ય ખતમ થતાં પાછા ત્યાંથી ફેંકી દેવામાં આવે છે!!)
આ કાંટાવાળું વન એ સખ (સ્ત્રી-બાળકો વગેરે) દુઃખ અને કંટક-પી વાસનાથી યુક્ત “મનુષ્ય પણ” છે. જે કાંટા (કરજ)-વાળા વનમાંથી બહાર ના નીકળ્યા તે મનુષ્યનાં મન સમજવાં અને
એ વખતે જેને બોધ (જ્ઞાન) થયું તે બંધન માંથી મુક્ત થયા એમ સમજવું.
બહુ-રૂપ વાળા કેટલાંક મન એક યોનિમાંથી બીજી યોનિમાં પ્રવેશ કરી સ્વર્ગ-નર્ક માં આવ-જા કરે છે. એટલે જેને આ કામ વાળા વનમાં પ્રવેશ કર્યો.
તે મન મનુષ્ય જાતિમાં ઉત્પન્ન થઈને સંસારના રસમાં આસક્ત થયા છે તેમ સમજવું.
સંસારમાં કેટલાંક મન પુણ્ય કરવાર્થી,
તપ અને ધારણાથી શરીર ને ધારણ કરીને રહેલાં હોય છે. વશિષ્ઠ ની જેમ)
“તમે મને જોયો છે,મારો નાશ થયો છે અને તમે મારા શત્રુ છે" એમ કહી જે પુરુષે મારો તિરસ્કાર કર્યો, તેણે પોતાના અજ્ઞાનથી મન-બુદ્ધિ વડે મારો તિરસ્કાર કર્યો,
વળી,તેને આત્મ-જ્ઞાન નહિ હોવાથી,પોતાનો જ તિરસ્કાર કર્યો છે-એમ સમજવું.
મન ને બોધ (જ્ઞાન) થવાથી,તે મન ના નાશ થવા સમયે તે મન પ્રલાપ (આક્રંદ) કરે છે –તેમ સમજવું. તે રુદન એ સંસાર ના સુખ નો ત્યાગ કરવાના સમય નું મન નું રુદન છે.
અર્ધ વિવેક પ્રાપ્ત થયો હોય અને નિર્મળ પદની પ્રાપ્તિ થઇ ના હોય,
ત્યાં સુધી સંસારનો ત્યાગ કરવાના સમયે,
મન ને (સ્નેહ કે આસક્તિ-લોભ વગેરે ને લીધે) અતિશય દુઃખ (પરિતાપ) થાય છે. પણ જેમણે હાસ્ય કર્યું. એમ જે કહ્યું “તેમને મારા જ્ઞાન વડે વિવેક ની પ્રાપ્તિ થઇ,
તેથી તેમના મનમાં સંતોષ થઈને આનંદ થયો છે તેમ સમજવું.
વિવેક ની પ્રાપ્તિ થયા પછી જાણે “સંસાર ની સ્થિતિ" નો ત્યાગ કર્યો છે,
218