________________
ને છેવટે તો તે માટીમાં જ મળી જાય છે-આ વાત કેમ કોઈના જાણવામાં આવતી નથી? વાયુ-દીવો-અને મન –વગેરે જાય છે ને આવે છે તે ગતિ જાણવામાં આવે છે –પણશરીર જાય છે ને આવે છે-તેની ગતિ તો કદી જાણવામાં આવતી નથી, તો પછી“મોહ-રૂપી-મદિરા” પી ને ઉન્મત્ત થઈને – આ શરીર અને જગત ની “સ્થિતિ” પર જે વિશ્વાસ રાખે છે તેને વારંવાર ધિક્કાર હો.
હે મુનિ,"હું દેહ નથી,હં દેહનો નથી અને દેહ મારો નથી” એવી સમજણથી જેઓનાં ચિત્તવિશ્રાંતિ પામ્યાં છે-તેઓ પુરુષો માં ઉત્તમ છે.
આ દશ્ય જગતમાં કશું જ સાચું નથી, જગત મિથ્યા છે) તો તે જગતમાં જ રહેલું આ અભાગિયું (મિથ્યા) શરીર લોકો ને ઠગે છે-એ આશ્ચર્ય છે. જેમ, સમુદ્રમાં (ફેણના) પરપોટા આવી ને થોડી જ વારમાં નાશ પામે છેતેમ, આ કાયા (દેહ) પણ ઉત્પન્ન થઇ ને પલકવારમાં નાશ પામે છે.તોતેવા અવશ્ય નાશ પામનારા દેહમાં મને ક્ષણ-ભાર પણ આસ્થા નથી.. અને પ્રબળ દોષો થી ભરેલા આ દેહ ને તરણા જેવું તુચ્છ સમજી ને હું સુખી રહું છું.
(૧૯) બાલ્યાવસ્થા ની નિંદા
રામ બોલ્યામનુષ્ય-જન્મ માં આવતી બાલ્યાવસ્થા કેવળ દુઃખને જ દેનારી છે. અશક્તિ,આપદાઓ,ખાવા આદિ ની તૃષ્ણા,મૂંગા-પણું,મૂઢપણું,લાલચુ-પણું,ચપળ-પણું,અને જોઈતી વસ્તુ ના મળે તો દીન-પણું---એ સઘળું બાલ્યાવસ્થા માં થાય છે.
બાલ્યાવસ્થામાં જેવી ચિંતાઓ હૃદયને પીડે છે, તેવી ચિંતાઓ મરણના સમયમાં,યૌવન કે વૃદ્ધાવસ્થામાં,રોગ કે આપત્કાલમાં –પણ-હૃદયને પીડતી નથી.
જે (બાલ્યાવસ્થામાં) ઘોર અજ્ઞાન હોવાને લીધે-મન અવ્યવસ્થિત રહે છે ને ઘોર સંકલ્પો થવાને લીધેતુચ્છતાભર્યું છે-તેવું બાળક-પણું કોને સુખદાયી થાય? હે મુનિ,જે લોકો “બાલ્યાવસ્થા રમણીય છે” એવી કલ્પના કરે છે, તેમની બુદ્ધિ વ્યર્થ છે.
પ્રાણીઓ નું મન સઘળી અવસ્થાઓ કરતાં બાલ્યાવસ્થામાં દશ-ગણું ચંચળ હોય છે. મન તો આમેય ચંચળ જ છે,ને બાલ્યાવસ્થા તો આમ મહા-ચંચળતા થી ભરેલી છે. આવી, મન ની ચંચળતાથી અનર્થો ઉભા થાય તો તે અનર્થો માંથી રક્ષક કોણ થાય?
બાળક ને જો નિત્ય નવો પદાર્થ ના મળે તો,તે ઝેર જેવા અસહ્ય ચિત્તવિકારથી મૂછ પામી જાય છે. કુતરાની પેઠે,બાળક બટકું મળે વશ થઇ જાય છે,ને બટકું ના મળે તો ચિડાઈ જાય છે. ગંદામાં પણ રમ્યા કરે છે, કાદવથી ખરડાઈ ને અંદર તો જડ જેવો જ રહે છે.
અનેક મનોરથો (ઇચ્છાઓ) થી ભરેલી-અને ખોટી વસ્તુઓમાં સાચાપણાની કલ્પના કરનારી – તુચ્છ મનવાળી –બાલ્યાવસ્થા બહુ જ લાંબા દુ:ખ સારું જ છે. હે મુનિ,અંદર દુઃખો ને (ટાઢ-તડકો વગેરે) જાણવા છતાં,બાળક તે ટાઢ-તડકા-વગેરેનું નિવારણ કરવા અશક્ત છે, તો તે બાળક અને ઝાડ માં શું ફરક છે?