________________
188
સારાંશ છે કે તે અનિર્વચનીય છે,પરમાત્મા વિશ્વ-રૂપે ભિન્નભિન્ન રૂપે છે તો પણ તેમનું અખંડિતપણું ખંડિત નથી.બ્રહ્મ કે જે “સત્તા-માત્ર” છે તેના વિષે જ તમારા બધા પ્રશ્નો છે,છતાં બાકી રહેલા પ્રશ્નો ના ઉત્તર આપું છું.
--“બ્રહ્મ-રૂપી-અણુ” છે તે આત્માને વિષે “વાયુ-પણા ના સંવેદનથી” ભ્રાંતિથી વાયુરૂપ જણાય છે, પણ ખરું જોતાં તે વાયુ-રૂપ નથી,કારણકે તે કેવળ શુદ્ધ ચિદમાત્ર છે. (૨૭) --“બ્રહ્મ-રૂપી-અણુ” માં શબ્દ નું સંવેદન થવાથી તે શબ્દ-રૂપ છે, પણ તે શબ્દ-પણું ભ્રાંતિ માત્ર છે, માટે તે શબ્દ-રૂપ નથી.તેથી તે બ્રહ્મ શબ્દ અને અશબ્દ –એ બંનેનો અર્થ એ દૃષ્ટિ થી દૂર છે (૨૮)
--બ્રહ્મ-રૂપી અણુ સર્વ-રૂપ છે, પણ તે અદશ્ય હોવાથી કંઈ પણ નથી. (૨૯)
--પરમાત્મા ની સત્તાથી અહંકાર ને લીધે જીવ ને અહંતા (હું-મારું) થાય છે.તથા અહંકાર નો નાશ થવાથી અહંતા મટી જાય છે, સર્વ-શક્તિમાન પરમાત્મા ની પ્રતિભા તેમાં કારણ-રૂપ છે. (૩૦) --આત્મા-એ ઘણા જન્મ સુધી પ્રયત્ન કરવાથી પ્રાપ્ત થાય છે.(૩૧) --આત્મા ની પ્રપ્તિ થવાથી બીજું કંઈ નહિ પણ પોતે જ આત્મા છે બીજું કઈ પ્રાપ્ત-રૂપે છે જ નહિ, તેથી. આત્મા ની પ્રાપ્તિ સિવાય બીજું કંઈ મેળવવાનું રહેતું નથી.જ્યાં આત્મા મળ્યો કે સર્વ મળી ગયું. મૂળ ને કાપી નાખનાર બોધ-રૂપી તલવાર નો જ્યાં સુધી ઉદય થયો નથી ત્યાં સુધી જન્મ-રૂપી વસંત-ઋતુમાં જન્મ-મરણ-રૂપી વેલ ની વૃદ્ધિ થતી જ જાય છે.(૩૨),
જેમ,સૂર્ય ના તડકામાં થી બનતા મૃગજળ માં “તે પાણી છે” એવું માનવાવાળો (એવી બુદ્ધિવાળો) મનુષ્ય, એ સાચા પાણી નો ત્યાગ કરે,તેમ,અણુ-રૂપી આત્માએ પોતે સાકાર-પણા થી દૃશય-પણાને પામીને થયેલા સ્વસ્થ-પણા માં જ પોતાના આત્મા નો નાશ કરી નાખ્યો છે. (૩૩)
ચૈતન્ય-રૂપી અણુની અંદર મેરુ પર્વત છે, તેમ ત્રિભુવન એ તૃણ (તણખલા) રૂપ છે. જેવી રીતે વિષયી પુરુષને સ્વપ્નમાં સ્ત્રી નું આલિંગન થાય, તે તેને પ્રત્યક્ષ જણાય છે, તેવી રીતે, ચૈતન્ય-રૂપી અણુ ની અંદર જે વસ્તુ રહેલી છે, તે બહાર જણાય છે. દષ્ટિ ના આદિથી જ ચૈતન્ય- “શક્તિ” નો સર્વ ઠેકાણે ઉદય થયો છે.અને તે શક્તિ સંકલ્પમાં જોવામાં આવે છે,જેવી રીતે બાળક નું મન જે પદાર્થમાં લાગે છે, તેવું તેને જોવામાં આવે છે, તેવી રીતે આ જગતમાં “સંવિત” (સત્ય-કે-જ્ઞાન) ના આશ્રયથી જેવું “સંવેદન” ફૂરે એટલે “જગત” જોવામાં આવે છે.(૩૪)
--આમ અતિ-સૂક્ષ્મ ચૈતન્ય-રૂપી પરમાણુ થી આખું વિશ્વ પુરાઈ રહ્યું છે. (૩૫). --ચિત્ત-અણુ સો યોજનમાં છે તો પણ તે સંપૂર્ણ માતુ નથી,કારણકે તે સર્વ ઠેકાણે રહેનાર છે, તે,અનાદિ છે,અરૂપ છે,તથા આકૃતિ-રહિત છે. (૩૬) --જેમ કોઈ ધુતારો ભમર નચાવી-આંખ મારીને મૂર્ખ સ્ત્રીને વશમાં લઈને રમાડે છે, તેમ, શુદ્ધ પરમાત્મા પણ અભિનય કરીને પર્વત અને તૃણ-સાથેના જગતને નચાવે છે. (૩૭)
--કપડાં ની અંદર મેરુપર્વત નું ચિત્ર બનાવેલ હોય તો તે જેમ,તે કપડાની અંદર અને બહાર જણાય છે, તેમ,ચૈતન્ય-રૂપી અણુ કે જે અનંત-રૂપે રહેલ છે, તેની અંદર ચિત્ર-રૂપે રહેલા પર્વતના સમુહો બહાર જણાય છે (૩૮)
--ચિત્ત-અણુ એ દિશા-કાળ વગેરે સર્વ પદાર્થમાં વ્યાપક હોવાથી,પર્વતથી પણ મોટું છે. તે વાળ ના અગ્રભાગ ના પણ સો-મા ભાગ-રૂપ છે તેથી તે સૂક્ષ્મ થી પણ સૂક્ષ્મ છે.પણ, જેમ સરસવના કણ ની સાથે મેરુ-પર્વતની સરખામણી થતી નથી, તેમ સૂક્ષ્મ અણુની સાથે શુદ્ધ ચૈતન્ય ની સરખામણી ઘટી (થઇ) શકે નહિ, કારણકે પરમાત્મા માં માયાને લીધે અણુ-પણું કલ્પેલું છે,શ્રુતિમાં કનક-કુંડળ ની