________________
160
પ્રકાશ અહંતા-મમતા-રૂપી જગતના સ્વરૂપ-રૂપે ભાસે છે.
(૬૧) સંસાર ની અસત્યતા
રામ કહે છે કે-હે બ્રહ્મન,હું,તું અને જગતની જે ભ્રાંતિ છે,તે કારણ વિના પરમાત્મા થી કેવી રીતે ઉત્પન્ન થઇ? તે તમે મને બરાબર સમજાય તેવી રીતે ફરીથી કહો.
વશિષ્ઠ કહે છે કે આ સર્વ (દશ્ય-કે-જગત) એ વસ્તુતઃ (સત્યમાં) પરમાત્મા જ છે,એટલે"કારણ વિનાનું જગત એ ભ્રાંતિ છે" એમ જે કહ્યું તે યોગ્ય જ છે. સર્વ શબ્દ અને (તે શબ્દના) અર્થ નો બોધ (જ્ઞાન) જોવામાં આવે છે તે બ્રહ્મ જ છે. અને તેથી તે (બોધ કે જ્ઞાન) જુદો નથી,પણ બ્રહ્મ ની "સત્તા" એ સર્વ શબ્દ અને અર્થ ના રૂપ થી જુદી છે.
જેવી રીતે સુવર્ણથી અલંકાર જુદા નથી અને જળથી તરંગો જુદા નથી, તેવી રીતે બ્રહ્મ થી જગત જુદું નથી. જગત એ બ્રહ્મ-રૂપ છે અને બ્રહ્મ એ જગત-રૂપ છે.પણ, સુવર્ણમાં જેમ આભૂષણ (કુંડળ વગેરે) એ કલ્પિત છે,વસ્તુતઃ (સત્યમાં) છે નહિ, તેમ પર-બ્રહ્મ માં જગતની કલ્પના માત્ર છે, જગત ઈશ્વર-રૂપ છે પણ ઈશ્વરમાં જગત નથી. જેવી રીતે એક અવયવી (જીવ) ને હાથ-પગ વગેરે જુદાજુદા અવયવો થી અનેકપણું છે, તેવી રીતે,ચૈતન્ય-રૂપી પરમાત્મા ને અનેક-પણું છે.
પરબ્રહ્મ ના વિષે સર્વ પ્રાણીના હૃદયમાં જે અજ્ઞાન રહ્યું છે તે જ જગત તથા અહંતા-રૂપે જણાય છે. ચિત્રકાર જેમ શિલા માં જુદા જુદા આકારની કલ્પના કરે છે પણ તે શિલા-રૂપ જ છે, તેવી રીતે મન-રૂપી ચિતારાએ ચૈતન્ય-ધન વિષે જગતની કલ્પના કરેલી છે, પણ તે ચૈતન્ય-ધન જ છે.
જેવી રીતે દર્પણમાં પ્રતિબિંબ પડેલાં પોતાનાં જ નેત્ર (આંખો) એ પોતાના મુખ ને જોઈ શકે છે, તેવી રીતે ચૈતન્ય નું અવિદ્યા (અજ્ઞાન કે માયા)માં પ્રતિબિંબ પડવાથી,જગત જોવામાં આવે છે.
તે સમયે તે બિંબ-પ્રતિબિંબ ની ક્રિયા ના સમયે) જેમ,ચિત્તમાં (મનમાં) "સંકલ્પ" ની ઉત્પત્તિ થાય છે, તેમ, -- તે,સર્વ પ્રકારની "શક્તિ-રૂપ-માયા"ના રૂપ ને ધારણ કરનાર "શબ્દ-તન્માત્રા" (ૐ??) એ "આકાશ"નો અનુભવ કરે છે.તેથી "આકાશની (આકાશ-ભૂત-બ્રહ્મની) ઉત્પત્તિ" થાય છે. --તે "આકાશ-ભૂત-બ્રહ્મ" તેની અંદર "સ્પર્શ-તન્માત્રા" નો સંસ્કાર ઉત્પન્ન થવાથી, જેવી રીતે સ્થિર પવન કોઈ કાલે સ્પંદન-પણા નો અનુભવ કરે છે તેવી રીતે "વાયુ-પણા" નો અનુભવ કરે છે. અને તેથી "વાયુ ની (વાયુ-રૂપ-બ્રહ્મ) ઉત્પત્તિ" થાય છે.
--તે "વાયુ-રૂપ-બ્રહ્મ" કે જેની અંદર "રૂપ-તન્માત્રા" રહેલી છે, તે પોતાની સત્તા-રૂપ) "તેજ-પણા" નો અનુભવ કરે છે.તેથી "તેજ (તેજો-ભૂત-બ્રહ્મ) ની ઉત્પત્તિ" થાય છે. --તે, તેજો-ભૂત-બ્રહ્મ,જેવી રીતે જળ એ દ્રવ-પણા નો અનુભવ કરે છે-તેવી રીતે-જળ કેજળ ની અંદર રહેલી "રસ-તન્માત્રા" નો અનુભવ કરે છે, તેથી "જળ (જળ-રૂપી-બ્રહ્મ) ની ઉત્પત્તિ થાય છે. --તે, જળ-રૂપી બ્રહ્મ,જેવી રીતે પૃથ્વી સ્થિરતા નો અનુભવ કરે છે તેવી રીતે-પૃથ્વી કે જેમાં "ગંધ-તન્માત્રા" હેલી છે તેનો અનુભવ કરે છે ને જેથી "પુથ્વી (પૃથ્વી-રૂપી-બ્રહ્મ) ની ઉત્પત્તિ થાય છે. આવી રીતે એક નિમેષ ના (આંખના પલકારા ના) લાખમાં ભાગમાં પણ હજારો સૃષ્ટિ નો અનુભવ થાય છે.
તે,બ્રહ્મ નું સ્વરૂપ શુદ્ધ છે, તે નિત્ય અને સ્વયં-પ્રકાશ છે. ને તેમાં જે ઉત્પત્તિ-સ્થિતિ અને લય રહેલા છે તે અનામય છે.વળી, તે ઉદય અને અસ્ત થી રહિત છે.