________________
127
લીલા,"સંકલ્પ-મય દેહથી" ત્યાં જ અને તે જ આકાશમાં ઉડી. પતિ (પદ્મરાજા)ના કંઈક વિસ્તાર પામેલા બીજા "સંકલ્પમય સંસાર"માં (વિદુરથ) પેસવા માટે ઉત્સુક થયેલી,લીલા,બ્રહ્માંડ ના તે જુના અને નવા પડ ને તથા આવરણ ને ભેદીને -સરસ્વતી ની સાથે તેમાં પેઠી.
ત્યાં મેરૂપર્વતથી શોભાયમાન અને નવ ખંડ-રૂપી નવ પાંખડીઓ વાળા જંબુદ્વિપમાં જઈ લીલાએ - ભરતખંડના પોતાના સ્વામી પદ્મરાજા ના બીજા અવતાર-રૂપ વિદુરથરાજાનું રાજ્યમંડળ દીઠું.
એ સમયમાં પૃથ્વીને શોભાવનારા તે દેશ ઉપર,ખંડ-પતિ રાજાઓની સહાય લઈને "સિંધુરાજ" નામનો રાજા તેની સેના લઈને ચઢી આવ્યો હતો.અને તેની સામે લડવાની વિદુરથ રાજાએ તૈયારી કરી હતી. ત્યારે રૈલોક્ય ના પ્રાણીઓ તે યુદ્ધ જોવા આવ્યા હતા અને આકાશમાં ભારે ભીડ જામી હતી. તે બંને દેવીઓ ને આ સર્વના મિથ્યા-પણા નો નિશ્ચય હતો, તેથી તેઓ નિઃશંક રીતે ત્યાં આવી હતી.
શ્રીરામ પૂછે છે કે-હે,બ્રહ્મન,આપ કેવાં યોદ્ધાને શૂર કહો છો? કેવો યોદ્ધો સ્વર્ગ ના શણગાર-રૂપ થાય અને કેવા પ્રકારનો સંગ્રામ અયોગ્ય કહેવાય?
વશિષ્ઠ કહે છે કે જે શૂરવીર પુરુષ,શાસ્ત્રોક્ત આચાર પાળનારા પોતાના સ્વામીને સારુ યુદ્ધ કરે તે શૂર યોદ્ધો કહેવાય છે, અને યુદ્ધમાં જય કે મરણ ને પામે,તેને શૂર પુરુષો ના ઉત્તમ લોક મળે છે. આમ,ધર્મ ની રીતિવાળા યુદ્ધમાં લડે છે, તે જ શૂરવીર કહેવાય છે.એવો શાસ્ત્ર નો નિશ્ચય છે.
(૩૨) યુદ્ધ કરવાને ઉભેલી બે સજ્જ સેનાઓનું વર્ણન
વશિષ્ઠ કહે છે કે એ આકાશમાં સરસ્વતીની સાથે ઉભેલી લીલાએ,ક્રોધ થી વ્યાપ્ત થયેલી,બે સમુદ્ર જેવી લાગતી,મદોન્મત બનેલી -બે રાજાઓ ની (વિદુરથ અને સિંધુરાજ) સેનાઓ વિશાળ અરણ્ય માં દીઠી. એ અરણ્ય બંને સૈન્યો થી વ્યાપેલું,અને ભયંકર લાગતું હતું, અને આ પ્રકરણ માં આમ બંને સૈન્યનું વિસ્તાર-પૂર્વક વર્ણન કરેલું છે.
(૩૩) બે સૈન્ય ના સંગ્રામ નું વર્ણન (૩૪) લોકો ની ઉક્તિઓ થી યુદ્ધ ના ચમત્કારો નું વર્ણન (૩૫) યુદ્ધ નું વર્ણન (35) હ્રદ્ધયુદ્ધ નું વર્ણન તથા સહાયક રાજાઓ અને દેશો નાં નામો (૩) વંદ્વયુદ્ધ માં યોદ્ધાઓનો જય અને પરાજય નું વર્ણન (૩૮) યુદ્ધ થી નિયત થતી સેના અને રણભૂમિનું વર્ણન (૩૯) સુર્યાસ્ત સંધ્યાકાળ અને રણભૂમિ નું બિભત્સ વર્ણન
શ્રીરામ કહે છે કે-હે,ભગવન,એ યુદ્ધ શી રીતે થયું એ મને ટૂંકમાં કહો,કારણકે યુદ્ધ નાં વર્ણનો થી શ્રોતાઓ ના કાન ને આનંદ થાય છે.
વશિષ્ઠ કહે છે કે-લીલા અને સરસ્વતી-એ બંને તે સંગ્રામ ને જોવા માટે ત્યાં "સંકલ્પ-માત્ર" થી ઉત્પન્ન કરેલા સુંદર વિમાનમાં સ્થિર થઈને બેઠી. (તે બંને સેનાઓ નું જે યુદ્ધ શરુ થયું. તે યુદ્ધનું પ્રકરણ-૩૩ થી પ્રકરણ-૩૯ સુધી ૨૦-પાના માં વિસ્તારપૂર્વક વર્ણન કરેલું છે કે જે તે જમાનાને અનુરૂપ "વીરરસ" છેજો કે આ પ્રકરણોમાં તત્વજ્ઞાન ની કોઈ અધિક વાત ના હોતાં તે લખવાનું અહીં ટાળ્યું છે.) (૪૦) સુક્ષ્મ-દેહ નું નિરૂપણ