________________
126
સમુદ્રના તરંગો ની માફક બ્રહ્મ માં કેટલાંએક બ્રહ્માંડો ચાલ્યા જ કરે છે. કેટલાંએક બ્રહ્માંડો ની અંદર પ્રલય થાય ત્યારે ભારે ધૂઘવાટી થાય છે-કે જે મોહથી ઘેરાયેલા અને એવા બીજા લોકો ની જાણવામાં પણ આવતી નથી.
જેમ, વાવેલાં બીજો ના ગર્ભમાં પાછળથી અંકુર પેદા થાય છે, તેમ કેટલાંએક બ્રહ્માંડો માં ખાલી પડેલી પૃથ્વીઓમાં પાછળ થી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. જેમ,તાપમાં હિમ (બરફ)ના કણો પીગળી જાય છે, તેમ,કેટલાંએક બ્રહ્માંડો માં -સૂર્ય,અગ્નિ,પર્વતો-વગેરે જગત નો પ્રલય કરીને પોતે પણ પીગળીને નાશ પામવા તૈયાર થઇ જાય છે.
કેટલાંએક બ્રહ્માંડો "કલ્પ" ના આરંભ થી નીચે જ ઉતર્યા કરે છે, પણ હજુ સુધી તેમને કોઈ આધાર મળ્યો નથી. -- કેટલાંક બ્રહ્માંડો વીંખાઈ જઈને તુરત જ ઉત્પન્ન થયા કરે છે. --કેટલાંક બ્રહ્માંડો આકાશમાં આભાસ થી પ્રતીત થતાં ચકરડાં ની જેમ સ્થિર-પણાથી રહ્યા છે. --કેટલાંક બ્રહ્માંડો વાસનાઓને અનુસરીને વાયુ ની પેઠે દોડતાં જ લાગે છે. વેદોમાં અને શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે બ્રહ્માંડો નો પહેલો આરંભ ક્રમ વગરનો અને નિયમ વિનાનો થયો છે. તેથી તેઓમાં બીજા પદાર્થો અને શરીરનો આરંભ પણ ક્રમ વગરનો અને નિયમ વગરનો જ થાય છે.
શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણને વાયુ ની પેઠે દોડતા જ તીર-પણાથી રહ્યા છે.
--કેટલાંક બ્રહ્માંડોમાં બ્રહ્મા-તો કેટલાંક માં વિષ્ણુ એ આદિ પુરુષ થયેલા છે.તો --કેટલાંક આદિ પુરુષ વિનાના છે કે વિચિત્ર આદિ પુરુષો વાળાં છે. --કેટલાંક બ્રહ્માંડો પશુ-પક્ષીઓ થી ભરેલાં છે તો કેટલાંક સમુદ્રથી,ભરેલા છે. --કેટલાંક કીડા ઓથી, કેટલાંક દેવતાઓથી કેટલાંક મનુષ્યો થી ભરેલાં છે.
--કેટલાંક બ્રહ્માંડો અંધકારથી તો કેટલાંક પ્રકાશથી ભરેલાં છે, અને તેમને મળતા આવતા સ્વભાવ વાળા
પ્રાણીઓનો વ્યવહાર તેમાં ચાલ્યા કરે છે. --કેટલાંક બ્રહ્માંડો મગતરાં થી ભરપૂર છે તો કેટલાંક અંદર ઉજ્જડ છે.ને સ્પંદન રહિત પ્રાણીઓ વાળા છે. -- કોઈ બ્રહ્માંડો તો વળી એવી સૃષ્ટિઓ થી ભરપૂર છે કે તે યોગીઓ ની કલ્પના માં પણ આવતી નથી,અનેતેમની વચ્ચે જે પરસ્પરના અંતર-રૂપ -મોટું આકાશ છે તે અત્યંત પથરાયેલું છે, અને તેમાં વિષ્ણુ-વગેરે દેવતાઓ જીવતાં સુધી ચાલ્યા કરે તો પણ તેનું માપ લઇ શકે તેમ નથી.
જેમ,કાંડા ને કડું વીંટળાઈ રહે છે, તેમ પ્રત્યેક બ્રહ્માંડ ને સઘળાં આવરણો વીંટળાઈને રહ્યાં છે, અને તેઓ પૃથ્વી ને પેઠે સ્વાભાવિક આકર્ષણ ને લીધે એકબીજાથી છૂટાં પડી જતાં નથી.
વશિષ્ઠ કહે છે કે-બ્રહ્માંડો ના વર્ણન માં અમારી બુદ્ધિ ની જે શક્તિ હતી તે અમે દેખાડી ચુક્યા છીએ. અને આથી વધુ જે કંઈ છે તે વિષે અમારી બદ્ધિ પહોંચતી નથી. હે મહાબદ્ધિમાન રામ.હવે જગત સંબંધી આથી વધારે વાત કરવાની મારી શક્તિ નથી.
(૩૧) પદ્મરાજા નું અંતઃપુર-શર પરષનાં લક્ષણો અને સજ્જ થયેલું સૈન્ય
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,આગળ કહ્યા પ્રમાણે વાતો કરતી એ બે સ્ત્રીઓ પોતાના જગતમાંથી નીકળી, અને નીકળતાં વેંત જ તેઓએ તુરત અંતઃપુર જોયું કે જ્યાં પદ્મરાજાનું શબ પુષ્પોમાં ઢંકાઈને પડ્યું હતું. અને એ શબ ના પડખામાં સમાધિસ્થ ચિત્ત-વાળું લીલા નું સ્થૂળ શરીર બેઠું હતું.
એ સ્થળને જોયાં પછી,પતિ (પદ્મરાજા) ના બીજા સંસાર (વિદુરથ રાજા) માં જવાને ઉત્કંઠિત થયેલી,