SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ દેવી કહે છે કે-અમે (દેવ-દેવીઓ)દૃઢ અભ્યાસ ને લીધે બ્રહ્મ-રૂપ થયા છીએ. તેથી અમે તે શુદ્ધ બ્રહ્મ ને જોઈ શકીએ છીએ. જેમ,સંકલ્પ ના નગરનું સ્વરૂપ બ્રહ્મમય છે,તેમ,મારું સ્વરૂપ પણ બ્રહ્મમય છે. તેથી હું આ દેહ થી જ એ પરમપદને મારા અંતરમાં જોઉં છું અને આ જ રીતે -ચિત્તની શુદ્ધિ ને લીધે યોગ્ય થયેલ-બ્રહ્મા-આદિ-પણ - પોતાના અંતરમાં પરમપદને જુએ છે. હે,સુંદરી,વાસ્તવિક સત્તાથી બ્રહ્મ-રૂપ આ જગત-આદિ-સઘળું બ્રહ્મ ના "એક-દેશ" માં રહેલું છે. અભ્યાસ નહિ થયેલો હોવાને લીધે,તારો આકાર બ્રહ્મ-રૂપ થયો નથી,પણ અંતઃકરણ માં તે, ચિદાભાસ-રૂપ રહેલ છે,તેથી તું બ્રહ્મને કે પૂર્વ-સૃષ્ટિને જોતી નથી. જો,આ સ્થૂળ દેહથી પોતાના સંકલ્પ ના નગરમાં પણ પહોંચાતું નથી,તો પછી બીજાના સંકલ્પના નગર-રૂપ એવી તમારી પૂર્વ-સૃષ્ટિ માં તો કેમ પહોંચાય? એટલે આ દેહનું વિસ્મરણ કરીને અને "લિંગ-દેહ-રૂપ" થઈને તું તારી પૂર્વ-સૃષ્ટિ ને જોઈ શકીશ. સંકલ્પ ના નગરમાં તો જે સંકલ્પ-રૂપ થાય તે જ પહોંચી શકે છે,બીજા જોઈ જીવતા કે મરણ પામેલાથી, ત્યાં પહોંચી શકાય નહિ જ્યારથી બ્રહ્મ ની સૃષ્ટિ થઇ છે અને જગત-રૂપ ભ્રાંતિ ઉઠી છે ત્યારથીએવો જ દૃઢ નિયમ બંધાયો છે કે-સંકલ્પ-રૂપ થયા વિના સંકલ્પિત સ્થાન માં પહોંચાય જ નહિ. લીલા કહે છે કે- હે,દેવી,તમે તો કહ્યું કે-"એ બ્રાહ્મણ-બ્રાહ્મણી ના જગતમાં આપણે સાથે જઈશું." તો આપણે બંને ત્યાં સાથે કેવી રીતે જઈ શકીશું? હું આ દેહને અહીં રાખીને સત્વ-ગુણ ને અનુસરનારા ચિત્ત વડે એ પરલોકમાં જઈ શકીશ પણતમે તમારા પોતાના દેહથી ત્યાં શી રીતે આવી શકશો? દેવી કહે છે કે-તારા "સંકલ્પ-રૂપ આકાશનું વૃક્ષ" વિદ્યમાન (હાજર)-છતાં-આકાશ-રૂપ છે. એ વૃક્ષ સાકાર નથી,તેથી એ કોઈ ભીંતથી રોકાય તેમ નથી. તેમ તે પોતે (વૃક્ષ) પણ કોઈ ભીંત ને તોડી શકે તેમ નથી.તે જ પ્રમાણે મારું શરીર છે. મારો દેહ સત્વ-ગુણ ની રચના-રૂપ છે,અને બ્રહ્મના પ્રતિભાસ-સ્વરૂપ છે.બ્રહ્મથી જરાક જ જુદો પડે છે. એટલા માટે હું આ દેહને છોડીને નહિ આવું,પણ વાયુ જેમ ગંધમાં પ્રવેશ કરે તેમહું આ દેહથી જ તે પ્રદેશમાં પહોંચીશ. જેમ જળ ની જોડે જળ મળી જાય છે એમ,આ મારો મનોમય દેહ એ બીજા મનોમય દેહોની અને તેમની મનોમય વસ્તુઓની સાથે મળી જાય તેમ છે. તારો દેહ પૃથ્વીના વિકાર-રૂપ સર્જાયેલો છે,અને મારો દેહ ચૈતન્ય-રૂપ સર્જાયેલો છે. એથી તારો દેહ મારા દેહની સાથે એક અથવા સંયુક્ત થઈને ત્યાં જઈ શકે તેમ નથી. કેમકે કલ્પના ના પર્વતને અને સાચા પર્વતને એકરૂપ થવું સંભવે નહિ,અને પરસ્પર ભટકાવું પણ સંભવે નહિ. જો કે,આમ તો આ તારો સ્થૂળ દેહ પણ વાસ્તવિક રીતે મનોમય જ છે,તો પણ, લાંબા કાળની ભાવના થી તું એને પૃથ્વી આદિ -ભૂતોના વિકાર-રૂપ અને સ્થૂળ સમજી બેઠી છે. જેમ સ્વપ્ન માં લાંબા કાળના ધ્યાનમાં,ભ્રમમાં,સંકલ્પમાં,અને ગંધર્વનગરમાં -મનોમય પદાર્થો ને પણ સ્થૂળ સમજી લેવામાં આવે છે,તેમ તારો આ દેહ મનોમય છતાં,સ્થૂળ સમજાયો છે. જયારે સમાધિથી તારી આ વાસનાઓ ક્ષીણ થઇ જશે - ત્યારે તારા સ્થૂળ દેહમાં પાછું મનોમય-પણું પ્રાપ્ત થશે. 115
SR No.008125
Book TitleYog Vaasishtha Part 01
Original Sutra AuthorN/A
AuthorAnil Pravinbhai Shukla
PublisherAnil Pravinbhai Shukla
Publication Year2014
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Other
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy