________________
દેવી કહે છે કે-એ નવી સૃષ્ટિ પણ "કારણ" વિનાની તો હોય જ નહિ, એટલે જો તેના "કારણ" વિષે વિચાર કરવામાં આવે તો,બીજું કોઈ "કારણ" નહિ મળવાથી,આ જૂની સૃષ્ટિ ને જ "કારણ-રૂપ" માનવી પડે છે. અને હવે જો -તું કહે છે તેમ આ જૂની સૃષ્ટિ સાચી હોય તો-તેમાંથી કદી પણ ખોટી સૃષ્ટિ ઉત્પન્ન થાય નહિ. કારણ કે "કાર્ય" ક્યારેય "કારણ' થી અસમાન ઉત્પન્ન થાય નહિ.
લીલા કહે છે કે-હે,મા,ઘણી વખત "કારણ" થી "કાર્ય" અત્યંત વિલક્ષણ થતું પણ જોવામાં આવે છે, જેમ કે માટી,એ પાણી ને ધારણ કરવા અસમર્થ છે પણ માટી (કારણ) થી ઉત્પન્ન થયેલો ઘડો (કાર્ય) એ પાણી ને ધારણ કરવા માટે સમર્થ છે.
દેવી કહે છે કે-જે કાર્ય બીજાં "નિમિત્ત-કારણો" ની સહાયતા થી ઉત્પન્ન થયેલા હોય છે,તેમાં - નિમિત્ત-કારણ ને લીધે-કંઈક વિચિત્રતા કે વિલક્ષણતા થતી જોવામાં આવે છે.
માટી-રૂપ "ઉપાદાન-કારણ" માંથી ચાકડા આદિ-બીજાં "નિમિત્ત કારણો" ની મદદથી ઘડો ઉત્પન્ન થાય છેઆથી ઘડામાં વિલક્ષણતા દેખાય છે,પણ એક દીવામાંથી બીજા દીવાની પેઠે,જે "કાર્ય" નાં - ઉપાદાન અને નિમિત્ત-કારણ જુદાં ના હોય -પણ એક જ હોય-તે કાર્ય-કારણ-થી વિચિત્રતા વાળું હોતું નથી. આ જૂની સૃષ્ટિ માંથી જે નવી સૃષ્ટિ ઉત્પન્ન થઇ છે-તેનું ઉપાદાન અને નિમિત્ત કારણ એ-જૂની સૃષ્ટિ છે, માટે નવી સૃષ્ટિ એ જૂની સૃષ્ટિ થી વિલક્ષણ હોવી જોઈએ નહિ,,અને એથી- બંને સૃષ્ટિ મિથ્યા છે.
જો તારા પતિની એ નવી સૃષ્ટિ નું બીજું કોઈ નિમિત્ત કારણ હોય -તેમ તું વિચારતી હોય તો - પૃથ્વી-આદિ (પાંચ-મહાભૂત) માંથી તેનું કયું નિમિત્ત-કારણ છે? તે તું કહે.
જો તે પૃથ્વી હોય તો-પૃથ્વીએ અહીંથી ઉડીને ત્યાં જવું જોઈએ અને પૃથ્વીનો અહીં અભાવ થવો જોઈએ. પણ આમ નથી એટલે-જૂની સૃષ્ટિ ના "અનુભવ ના સંસ્કાર-માત્ર" થી જ ત્યાંની નવી સૃષ્ટિ ઉત્પન્ન થઇ છે.
અને આમ -"કારણ-રૂપ" એ "સંસ્કાર-માત્ર" છે કે જેને સહાયતા આપનારાં બીજાં કોઈ નિમિત્ત-કારણો છે જ નહિ. સર્વ વિદ્વાનો નો અનુભવ છે કે-આ રીતના કાર્યમાં ઉપાદાન અને નિમિત્ત-કારણ જુદાં હોતાં જ નથી.
લીલા કહે છે કે-હે,દેવી,મને મારા પતિનું જે "સ્મરણ" (અનુભવ નો સંસ્કાર) છે તે જ વૃદ્ધિ પામીનેપતિની નવી સૃષ્ટિ નું કારણ થયેલ છે
એટલે કે એ સ્મૃતિથી જ નવી સૃષ્ટિ ઉત્પન્ન થઇ છે-હવે એવો મને નિશ્ચય થયો.
દેવી કહે છે કે- જેમ, તારો એ સંસ્કાર -એ "કલ્પના-રૂપ" છે
તેમ, તેથી થયેલી એ નવી સૃષ્ટિ પણ કલ્પના-રૂપ જ છે,
પછી જો તે નવી સૃષ્ટિ એ કલ્પના-રૂપ હોય તો તે જૂની (હાલની) સૃષ્ટિ પણ કલ્પના-રૂપ જ કહેવાય.
લીલા કહે છે કે-મારા પતિની નવી સૃષ્ટિ કલ્પના-રૂપ જ થઇ છે તો એ દૃષ્ટાંત થી -
આ સૃષ્ટિને પણ હવે હું કલ્પના-રૂપ જ માનું છું.
દેવી કહે છે કે-હે,પુત્રી,તને જે નિશ્ચય થયો છે તે સાચો જ છે,જેમ તારા પતિની નવી સૃષ્ટિ એ ખોટી છતાં પદાર્થો થી શોભતી હતી તેમ આ સૃષ્ટિ પણ ખોટી જ છે,અને પદાર્થો થી શોભે છે,
આ વાત હું,અનુભવ-સિદ્ધ કહું છું.
108
લીલા પૂછે છે કે-આ સૃષ્ટિ ના સંસ્કારમાંથી મારા પતિની ભ્રમ-રૂપ અને પદાર્થો વગરની -નવી સૃષ્ટિ શી રીતે થઇ? તે મને કહો,એટલે જગત વિશેની ભ્રાંતિ ટળી જાય.
દેવી કહે છે કે-સ્વપ્ન ની પેઠે ભ્રાંતિ-સ્વ-રૂપ આ સૃષ્ટિ જે રીતે પૂર્વ-સંસ્કાર થી થઇ છે તે હું કહું છું તે સાંભળ. ચિદાકાશ માં કોઈ એક "સંસાર-રૂપી-મંડપ" છે અને તે કાચ ના કટકા ના જેવી શ્યામતા વાળા આકાશ થી ઢંકાયેલ