________________
અધ્યાય ૭ મો. સંભવિત નથી, એટલે એ ત્યાગ દેખાડવાને મનુષ્ય દંભ કરે છે, જે ઉલટે ઉચ્ચ જીવનને અધમાવસ્થામાં લઈ જાય છે.
क धनानि क मित्राणिक मे विषयदस्यवः । कशास्त्रं क च विज्ञानं यदा मे गलिता स्पृहा ॥९॥
અર્થ. જ્યારે મારી સ્પૃહાજ ગલિત થઈ ગઈ છે ત્યારે હવે મારે ધને શું? મિત્રે શું? વિષયરૂપી દસ્યુઓ (ચાર) શા, શારે શું અને વિજ્ઞાને શું? અર્થાત્ કંઈજ નહિ.
ટીકા. જનક કહે છે કે–હે મુનિ ! મારે ધન ક્યાં છે? મિત્ર કયાં છે અને શાસ્ત્ર કે વિજ્ઞાન પણ મારે ક્યાં છે? જ્યારે હું સર્વ સ્પૃહા છોડી દઈ બઐકયમાં સ્થિત થયો છું, ત્યારે મારું કંઈજ નથી. હું એક નિરંજન નિરાકાર સ્વરૂપ આનંદધન છું. મને જ્ઞાન, વિજ્ઞાનની પણ અવસ્થતા નથી. જે બ્રહ્મ સ્વરૂપ છે તે જ જ્ઞાન વિજ્ઞાન છે, તો પછી જ્ઞાન વિજ્ઞાન કેને જોઈએ ? બ્રહ્મ સ્વરૂપ જ સર્વ છે કે હું તેમાં એકય પામ્યો છું.
विज्ञाते साक्षिपुरुषे परमात्मनि चेश्वरे । नैराश्ये बन्धमोक्षे च न चिंता मुक्तये मम ॥१०॥
અર્થ. પરમાત્મા, ઈશ્વર અને સાક્ષિ પુરુષને જાતે છતે મને નિરાશામાં, બંધમાક્ષમાં કે મુક્તિમાં–તે મને કેમ મળશે; એવી કશી ચિંતાજ રહી નથી.
ટીક. સાક્ષી પુરુષ એટલે ઈન્દ્રિયોના વિષયોને જાણનાર, સ પદથી ઓળખાતો જીવ અને 7 પદનો અર્થ પરમાત્મા. આ બેને લક્ષ્યાર્થ જે ચેતન, તેને જેને સાક્ષાત્કાર થયેલ છે એવા પુરુષને જગતની મિથ્યા વસ્તુઓ અને વાસનાઓની નહિ, પરંતુ મોક્ષની પણ ચિંતા રહેતી નથી.-તરણ માહિ એ વેદનું મહાવાક્ય છે, અને