________________
અધ્યાય છે. अर्थानों न मे स्थित्या गत्वा वा शयनेन वा । तिष्ठन गच्छन् स्वस्तस्मादहमासे यथा सुखम् ॥ ५॥
અર્થ. હું સ્થિતિથી, ગતિથી, શયનથી અર્થ અનર્થ જે નથી તેથી, ઉભે હાઉં, જતો હોઉં કે સુતે હાઉં, પણ યથાસુખ સ્વરૂપે જ રહું છું, અર્થાત્ ગમે તે સ્થિતિમાં હોવા છતાં મને તે તે સ્થિતિ મારી બ્રહ્મપરાયણતામાં બાધક થતી નથી, અને યથાસુખે હું બ્રàજ્યમાં રમતો રહું છું.
स्वपतो नास्ति मे हानिः सिद्धिर्यत्नवतो न वा । नाशोल्लासौ विहायास्मादहमासे यथासुखम् ॥ ६॥
અર્થ. હું જે મુક્ત છું તેને સુતો હોઉં તે પણ હાનિ નથી અને યત્ન કરતાં સિદ્ધિ મળે તો પણ મને આનંદ-ઉલ્લાસ થતું નથી, એટલે સદા સુખરૂપ સ્થિતિમાં જ હું તે રહું છું. શરીરના ધર્મ બજાવતાં મને સિદ્ધિથી આનંદ કે યત્ન કરતાં નિષ્ફળ થાઉ તેથી કંઈ હાનિ કે ગ્લાનિ થતી નથી, ને સુખમાં રહું છું.
સુરક્ષા માવાસ્કોપ પૂરિશઃ | शुभाशुभे विहायास्मादहमासे यथासुखम् ॥ ७ ॥
અર્થ. લોક જેને સુખ માને છે તે અનિત્ય સુખદુઃખ મનુષ્ય અને પ્રાણીના અનેક જન્મમાં વારંવાર જોવાથી શુભાશુભને છોડી હું મારી સ્થિતિમાં યથાસુખ માણી રહેલ છું.
ટીકા. મનુષ્ય અને બીજો પ્રાણુઓના અનેકાનેક જન્મોમાં જે સુખદુઃખ આવે જાય છે તે બધાં ચિરસ્થાયી નહિ, પરંતુ અનિત્ય છે, એવું જોઈ વિચારીને હું એ શુભ અને અશુભ લાગણીઓવાળી