________________
૮૮
અષ્ટાવક્ર ગીતા. પુરુષાર્થ-બ્રહ્મજ્ઞાનમાં એટલે બ્રહ્મ સાથે ઐક્ય સાંધવામાંજ સુખ માની તેમાંજ મેં તે શાંત નિષ્કર્મવાળી સ્થિતિ ધારણ કરી છે, એમ જનક કહે છે.
कृतं किमपि नैवस्यात् इति संचित्य तत्त्वतः । यदा यत्कातुमायाति, तत्कृत्वाऽऽसे यथा मुखम् ॥ ३॥
અર્થ. આગળ જે કર્મ કર્યા તે મેં મારા શરીરે કર્યો છે– આત્માએ કર્યા નથી, અને હવે પછી જે કરવાં પડે તે પણ શરીરને લઈને કરવાનાં છે માટે કરવાં, એવા તત્વવિચારથી યથાસુખ માની લેઈ હું આત્મામાં સ્થિત રહું છું. દેહાસક્તિને ત્યાગ.
ટીકા. શરીર અને ઈન્દ્રિયોએ કરેલાં કર્મ વારતવમાં આત્માએ કરેલાં નથી, એવો વિચાર કરી જ્ઞાની પુરુષે જીવન્મુકત અવરથામાં જે ખાનપાનાદિક કર્મ શરીરને માટે કરવાં પડે તે કરવાંપણ “હું કરું છું એવા અહંકારરહિત થઈને કરવાં અને આત્માના સુખસ્વરૂપમાં રહેવું.
कर्मनैष्कर्म्यनिबंध भावादेहस्थयोगिनः । संयोगायोग विरहादहमासे यथासुखम् ॥ ४ ॥
અર્થ. દેહમાં રહેલા ચગીને કર્મ અને નિષ્કર્મનાં બંધન રહે છે અને હું તે તેથીએ મુક્ત છું, એટલે કે–સંગ વિયોગની ભિન્નતા સમજાયેલી હોવાથી હું મને રુચતા સુખમાં રહેલે છું.
ટીકા. જેને દેહમાં આસક્તિ રહેલી હોય તેને આ કરવા જેવું અને આ નહિ કરવા જેવું, એવા વિચાર થાય છે, પરંતુ જેને સંયોગવિયોગનું પૃથકત્વ સમજાયેલું છે તેને તો દેહને લગતી ઉપાધિઓ પણ બાધ કરતી નથી, કારણ કે તેનું દેહાભિમાન ગળી ગયેલું હોય છે.