________________
અધ્યાય ૬ ક. अचिन्त्यं चित्यमानोपि चिंतारूपं भजत्यसो । त्यक्त्वा तद्भावनं तस्मादेवमेवाहमास्थितः ॥ १५॥
અર્થ. અચિત્ય એવા બ્રહ્મને ચિંતતે પુરુષ ચિંતા રૂપ બને છે માટે હું તે બ્રહ્મચિંતનની ભાવનાને પણ ત્યાગ કરી માત્ર મારા પિતામાંજ સ્થિત થયેલ છું.
ટીકા. મન અને વાણુથી પણ પરબ્રહ્મ અચિંત્ય છે, અર્થાત બ્રહ્મ ચિંતનનો વિષય પણ નથી એટલે તેના ચિંતનની ભાવના પણ પુરુષને વિક્ષેપરૂપ થાય છે, માટે બ્રહ્મચિંતન સુદ્ધાં તજી દઇને હું તો માત્ર તેમાંજ મારા ચિત્તને એકાકાર કરી શાંતસ્વરૂપ થઈ રહ્યો છું, એમ જનકરાય કહે છે.
एवमेव कृतं येन सकृतार्थो भवेदसौ। एवमेव स्वभावो यः सकृताथों भवेदसौ ॥ १६ ॥
અર્થ. ઉપર જણાવ્યા પ્રમાણે જેણે સર્વ કર્મોને ત્યાગ કર્યો છે તે, અને સ્વભાવથી જેણે એવું તેવું સર્વ ત્યાગ કરેલું છે તે બન્ને કૃતાર્થ થાય છે.
ટીકા. ઉપર જણાવ્યા પ્રમાણે એક પછી એક આશ્રમને અનુ. સરતાં જેણે અનુભવ કરી કરીને કર્મોનો ત્યાગ કરેલ છે તે, અને જેણે સ્વભાવથી જ એ બધું મિથ્યા છે એવું જાણ ત્યાગ કરેલ છે તે. બન્ને કૃતાર્થ થાય છે; અર્થાત જે સર્વે ક્રિયા કર્મનો ત્યાગ કરી સ્વસ્વરૂપને સમજે, તે જ્ઞાની ઉપરામ પામે છે, એટલે જીવન્મુક્ત થાય છે. અપરોક્ષ જ્ઞાનથી “બ્રહ્મ એ હુંજ છું એમ સમજીને જે સર્વ કર્મને ત્યાગ કરે છે તે સાંસારિક બંધનોથી છુટી જીવન્મુક્ત થાય છે અને જ્યારે તેને દેહ છૂટે ત્યારે તે વિદેહમુકિત–મેક્ષ આત્માનંદમાં
થઈ જાય છે. આવા વિદેહમુક્તને ફરીને જન્મ આવતો નથી,