________________
અષ્ટાવક્ર ગીતા. ટીકા. આમ ધમેને પણ ત્યાગ બતાવવા માટે કહે છે કે, આશ્રમી એટલે યજ્ઞયાગ વત્સવ વગેરે કર્મને સે ત્યાગ કરેલો છે. અનાશ્રમી એટલે સંન્યાસી, એનાં કર્મ તે દંડાદિક ધારણ કરવાં, તેને પણ મેં ત્યાગ કરેલો છે અને ગીનાં કર્મ જે ધ્યાન સમાધિ વગેરે તેને પણ મેં ત્યાગ કરેલ છે. એ બધાને વિકલ્પ જોઈ હવે હું સર્વ કર્મોથી અને વિધિનિષેધોથી રહિત થઈ પોતાના આત્મામાં સ્થિત થયો છું.
कर्मानुष्ठानमज्ञानाधथैवोपरमस्तथा । बुवासम्यगिदं वच्चमेवमेवाहमा स्थितः ॥ १४ ॥
અર્થ. જેમ કમેનું અનુષ્ઠાન અજ્ઞાનથી થાય છે તેમજ કર્મનો ત્યાગ કરે એ પણ અજ્ઞાન છે. આ તત્વ સારી રીતે સમજીને હું મારામાં ચિત્ત સ્થિર કરી–સ્થાપીને બ્રહ્મરૂપ બને છું.
ટીકા. જેને આત્મજ્ઞાન થયું નથી એવા અજ્ઞાનીને માટે કર્મો કરવાનાં છે, કારણ કે, બ્રહ્મજ્ઞાન કરતાં સુખભાગ આપનાર સ્વર્ગની તેને ઈચ્છા વધારે હોય છે અર્થાત તે ફળની ઈચ્છાથી કર્માનુષ્ઠાન કરે છે. આત્મજ્ઞાનીને માટે કર્મ કરવાનાં નથી, કારણ કે–કર્મ છે તે ફળવાળાં છે અને જ્યાં લગી કમથી ઉત્પન્ન થયેલાં ફળ ભગવાઈ રહેતાં નથી ત્યાં સુધી ચોરાસીના ફેરામાંથી છુટાતું નથી, માટે જેને બ્રહ્મજ્ઞાન થયું છે તેણે તો જન્માવલીઓમાંથી છૂટવા માટે ફળની ઈચ્છા રહિત પ્રારબ્ધવશ જે શરીરાદિક કર્મો કરવાં પડે તે કરીને પિતાના આત્મામાં સ્થિત થવું એજ ગ છે. જનકરાય કહે છે કેહે અષ્ટાવક્રછમાં હું આ બધું સમજીને હવે મારા પિતાના આત્મા સાથે ઐકય જેઠી બેઠો છું.