________________
અધ્યાય ૬ છે. समाध्यासादिविक्षिप्तो व्यवहारसमाधये । एवं विलोक्य नियममेवमेवाहमास्थितः ॥ ११ ॥
અર્થ. અધ્યાસ આદિમાં વિક્ષેપ છે સમાધિમાં પણ વ્યવહાર છે, અર્થાત્ નિયમ છે. તે જોઈને હવે તે મેં તે બધાને ત્યાગ કરી બ્રોકયતામાંજ ચિત્તને પરાવ્યું છે. તેમાંજ સ્થિત થયે છું. બ્રહ્નાવસ્થા.
ટીકા. જનક પિતાની અવસ્થા દર્શાવતાં કહે છે કે મેં યજ્ઞયાગ, ધ્યાન ધારણ અને સમાધિયોગ વગેરે સર્વ કર્મ કરવાં છોડી દીધાં છે ને માત્ર બ્રહ્મમાં ચિત્ત લગાડયું છે.
हेयोपादेय विरहादेवं हर्षविषादयोः ।। अभावादध हे ब्रह्मन्नेवमेवाहमास्थितः ॥ १२ ॥
અર્થ. હે બ્રહ્મન ! ત્યાજ્ય અને ગ્રાહ્ય વસ્તુના વિયેગથી તેમજ હર્ષ અને વિષાદના અભાવથી હવે તે હું જેમને તેમ મારામાં જ સ્થિત થયે છું.
ટીકા. આત્મજ્ઞાન થવાથી હવે હું (જનક) સર્વે ઉપાધિઓથી વિમુક્ત થઈ ગ છું. બ્રહ્મ સિવાય કશામાં મને રાગદ્વેષ રહ્યો નથી, ને હું મારામાં જ વિરામ પામ્યો .
आश्रमानाश्रमं ध्यानं चित्तस्वीकृतवर्जनं । विकल्पं मम वीक्ष्य तैरेवमेवाहमास्थितः ॥ १३ ॥
અર્થ. આશ્રમ અનાશ્રમ, ધ્યાન, ચિત્તે સ્વીકારેલી વસ્તુને ત્યાગ અને આ ત્રણથી ઉત્પન્ન થતા વિકલ્પને જોઈ તેથી રહિત એ હું મારા પિતામાંજ સ્થિત થયે છું.