________________
ર
અષ્ટાવક્ર ગીતા.
રહે છે, તે અજ્ઞાન રહિત પુરુષ જ્ઞાનવડે આ દુસ્તર એવા ભવસાગરને તરી જઈ માક્ષ પામે છે.
काय कृत्यासरः पूर्वे ततोवाग्विस्तरासहः । અય નતાસહસ્ત્રાવમેવામાઽસ્થિતઃ || ♥ ||
સર્વ કર્મના ત્યાગ.
અર્થ. પ્રથમ કાયને લગતાં, પછી વાણીને લગતાં અને છેલ્લે મનને લગતાં કાર્યાં કયા અને હવે હું સર્વે કર્માં કરી રહી સ્વસ્થ થયે। છું.
ટીકા. કાયા–શરીરને લગતાં કર્મ તે વ્રત-યાગ યજ્ઞ વગેરે; વાણીનાં કર્મ તે સ્તુતિ નિંદા વગેરે; અને ચિત્તનાં કર્મ તે જપતપાદિક, મા સર્વ કર્મોથી હવ હું પરવારી બેઠી છું.
मीत्यभावेन शहादेरदृश्यत्वेन चात्मनः । विक्षेपैकाग्र हृदय एवमेवाहमास्थितः ॥ १० ॥
અર્થ. શબ્દાદિમાં પ્રીતિના અભાવથી, આત્મામાં અદર્શનના અને એકાગ્રતામાં હૃદયવિક્ષેપથી કંટાળી હવે હું મારા પેાતામાંજ સ્થિતિ કરી રહ્યો છું.
ઢીકા. કાયિક, વાચિક અને માનસિક ત્રણે નતનાં કર્મા બ્રઐકયતામાં વિક્ષેપરૂપ જણાયાથી હું તે સર્વ કર્માંના ત્યાગ કરી હવે કેવળ આત્મસ્વરૂપ થઈ બેઠા છું. કાયિક કર્મો કરવાથી શરીરને અસુખ થઈ બ્રહ્મજ્ઞાન સધાતું નથી, વાણીનાં સ્તુતિ નિંદારૂપ કર્મો કરવાથી પણ ઉદૂંગ થઇ ચિત્ત હર્ષ ક્ષેાભાદિક વિકારે કરી કાર્ય સધાતું નથી, અને માનસિક કર્મ કરતાં પણ ધ્યાન વિક્ષેપ થાય છે એટલે હવે તે મેં સર્વ કર્માંના ત્યાગ કર્યાં છે તે બ્રહ્મમાંજ ચિત્ત જોડયું છે.