________________
અધ્યાય જ છે.
૫૯ આશાનિરાશામાં અને જીવવા મારવામાં પણ સમતા ધારણ કર; અને આ જગત–સ્વમની માફક ઉત્પન્ન થયા પૂર્વે પણ નહોતું, વર્તમાનમાં નથી અને હવે પછી પણ રહેવાનું નથી, એ વિચાર કરી મનને આત્મામાં લઈ જા અને સર્વત્ર બ્રહ્મ, બ્રહ્મ ને બ્રહ્મ છે, એવા ચિંત્વનવડે મનોલય કર.
आकाशवदनंतोऽहं, घटवत्माकृतं जगत् । इति ज्ञानं तथैतस्य, न त्यागो न ग्रहो लयः॥५॥
અર્થ. આકાશની માફક હું અનંત છું અને ઘટવત્ જગત પ્રાકૃત પ્રકૃતિથી ઉત્પન્ન થયેલું છે એમ જાણવું-એવું જ્ઞાન લીધું એટલે તેને ત્યાગ ૨હયુ કે લય કંઈ નથી. ૧ માલય પણ મિથ્યા છે.
ટીકા. આગલા વિવરણમાં લય કરવાનું ઉપદેશ્યા પછી હવે લયને માટે પણ કહે છે કે-લય છે તે પણ ઉત્પન્ન થનાર હોવાથી મિસ્યા છે. જે વસ્તુ કે વિચાર ત્રણે કાળમાં નથી તે જ રાત્ય છે, જગતની ઉત્પત્તિ માનનારને માટે લય કરવાનું છે. જગતની ઉત્પત્તિનેજ જેણે મિથ્યા માની છે તેને માટે લય પણ મિથ્યા છે. જ્ઞાનીને જગત છેજ નહિ, તો પછી તેને લય કરવાનું કયાં રહું?
महोदधिरिवाहं समपंचो वीचिसभिभः । इति ज्ञानं तथैतस्य, न त्यागो न ग्रहो लयः ॥ ६ ॥
અર્થ. હું મહેદધિ–મહાસાગર જે છું અને પ્રપંચ જગત છે તે તે તેમાં ઉઠતા લેહ-તરંગ સમાન છે, એવું જ્ઞાન થાય છે એટલે ત્યાગ, ગ્રહણ અને લય રહ્યાંજ નહિ.
ટીકા. જ્ઞાન એવું થાય કે જ્યારે પુરુષ પિતાને મહેદધિ