________________
અષ્ટાવક્ર ગીતા.
સમાન અને પ્રપંચને તેમાંના તરંગ સમાન ગણે. જ્યારે એવું જ્ઞાન માટે ત્યારે તે પુરુષને ત્યાગ, ગ્રહણને લયનું પ્રયોજન રહેતું જ નથી.
अहं स शुक्तिसंकाशो, रूप्यवद्विपकल्पना । इति ज्ञानं तथैतस्य, न त्यागो न ग्रहो लयः ॥ ७ ॥
અર્થ. હું શક્તિરૂપ છું અને વિશ્વકલ્પના તેમાં રૂપા જેવી છે, એવું જ્ઞાન લે એટલે ત્યાગ, ગ્રહ અને લય કંઈ નહિ રહે.
ટીકા. વાદ તરીકે સ્વીકારી લ્યો કે શુક્તિ જાણે સત્યરૂપ છે અને અલબત, સામાન્યજન એવા સર્વને તે પ્રત્યક્ષ છે. આવો જીવાત્માને જાણી લ્યો અથવા જીવાત્મા જેને ભ્રમથી માને છે એવા જગતને દષ્ટાંતમાં વ્ય. શક્તિ સત્યરૂપ છે પરંતુ તેમાં થતા રૂપાનો ભ્રમ તે તદન ખોટો છે. માત્ર કલ્પનારૂપે જ તે ભાસે છે, તેમ જગત અને તેમના ધર્મો અને કાર્યો કેવળ કલ્પનામાત્ર છે, બિલકુલ સત્ય નથી. જગત અને તેમાંનું સર્વ સ્વમની વસ્તુઓ અને હિલચાલોની માફક અસત્ય છે. આવું જેને પરિપૂર્ણ જ્ઞાન થાય છે, તેને જગતમાંથી કંઈ તજવા જેવું, કંઈ ગ્રહણ કરવા જેવું ને કંઈ લય કરવા જેવું લાગતું જ નથી, તેને સર્વ મિથ્યા છે.
अहं वा सर्वभूतेषु सर्वभूतान्यथो मयि ।। इति ज्ञानं तथैतस्य, न त्यागो न ग्रहो लयः ॥ ८॥
અર્થ. હું સર્વભૂતેમાં રહેલો છું અથવા સર્વ ભૂતમાત્ર મારામાં રહેલાં છે, તેથી તેમને ત્યાગ, ગ્રહણ કે લય કંઈ નથી; આવું જ્ઞાન તે જ ખરું જ્ઞાન છે.
ટીકા. જ્ઞાની તો તે જ કહેવાય કે જેને એમ સમજાયેલું હોય કે, હું આ કેહવાળો અમુક નામ રૂપવાળો જગતમાં એક , એમ