________________
૫૮
અષ્ટાવક્ર ગીતા. મામાં લય પામે છે ત્યારે જગત પણ લય પામે છે. મને લયને માટે યત્ન કરવો એ મેક્ષાર્થીને માટે જરૂરનું છે. મન એજ મનુષ્યને બંધમેક્ષમાં નાંખનાર છે, બંધમક્ષ મનના ધર્મ છે એટલે મન શાંત થતાં બંધમેક્ષ જેવું કંઈ રહેતું જ નથી, માટે આત્મામાં મનને લય કરવાથી જગતને લય એની મેળે જ થઈ જાય છે.
प्रत्यक्षमप्यवस्तुत्वाद्विश्वं नास्त्यमले त्वाय । रज्जुसर्प इव व्यक्तमेवमेव लयं व्रज ॥ ३ ॥
અર્થ. પ્રત્યક્ષ દેખાતું એવું વિશ્વ પણ રજજુસર્ષની માફક અમલ-શુદ્ધસ્વરૂપ એવા તુમાં નથી, એમ ધારીને લય પ્રતિ જા.
ટીકા. દેરડીમાં સાપ નથી છતાં સાપ ભાસે છે, છીપમાં ચાંદી નથી તેમ છતાં ચાંદીને ચઓ ભાસ થાય છે તેમ વિશુદ્ધસ્વરૂપ અવા “તું માં જગત નથી તેમ છતાં સ્પષ્ટ જગત જણાય છે, પરંતુ તે અવાસ્તવિક છે. ગંધર્વનગર અને સસલાનું શિંગડું છેજ નહિ –વંઝાપુત્ર છેજ નહિ, તેમ છતાં શબ્દમાત્ર કરીને તે મિથ્યાપણાથી બોલાય છે, તેમ આ જગત વાસ્તવમાં નથી “હુંજ માત્ર છું એવો વિચાર કરી લય પામ.
समदुःखसुखः पूर्ण आशानैराश्ययोः समः । समजीवितमृत्युः सन्मेवमेव लयं ब्रज ॥ ४ ॥
અર્થ. દુઃખ અને સુખમાં સમવૃત્તિ, પૂર્ણ, આશાનિરાશામાં સમ-અક્ષુબ્ધ અને જીવવામાં તથા મારવામાં પણ સમતાવાળો રહી ધીરે ધીરે લયને પામ.
ટીકા. આત્માનંદથી પૂર્ણ-પરબ્રહ્મજ એક પૂર્ણ છે–અક્ષય, અવિકારી, અવિનાશી છે. હે જનક! તું એ પૂર્ણ થા. દુઃખસુખમાં,