________________
અધ્યાય ૩ જે.
અનિચ્છાની અસર રહેતી નથી તેને વૈદિક વિધિનિષેધને બાધ આવતો નથી. કહ્યું છે કે –
भेदाभेदौ सपदि गलिता पुण्यपापे विशीर्णे मायामोहौ क्षयमुपगती नष्टसंदेहवृत्तेः । शब्दातीतं त्रिगुणरहितं प्राप्य तत्त्वाववोधं
निस्वैगुण्ये पथि विचरतां को विधिः को निषेधः ॥ જ્ઞાનીને કર્મભાગ પણ નથી.
શુભાશુભ કર્મનાં ફળ અવશ્ય જોગવવા પડે છે એ વાત પણું આત્મબોધી જ્ઞાનીને લાગુ પડતી નથી. મરણને પણ તેને ભય લાગતો નથી એમ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે જ્ઞાનીને મરણ જેવું પણ કંઈ નથી, કારણ કે-મરણ દેહને છે. પ્રાણને નહિ. રોગીઓ માટે કહ્યું છે કે તેમને પ્રાણ લેકાંતર કરતા નથી પરંતુ આ ઇ માયશ્રીય તે પોતે પિતામાંજ લય પામી જાય છે. વળી એક એવી શંકા પણ કરવામાં આવે છે કે–બ્રહ્મ જ્ઞાનથી અજ્ઞાન નાશ પામે છે તે પછી અજ્ઞાનના કાર્યરૂપ જે શરીર તે પણ નાશ પામવું જોઈએ. આના સમાધાનમાં એમ કહેવાય છે કે જ્ઞાનાગ્નિથી અજ્ઞાનને નાશ થતાની સાથેજ જ્ઞાનીનું શરીર નાશ પામે છે, એટલે કે જગતજ જ્યારે તેને વિદ્યમાન લાગતું નથી ત્યારે જગતમાં રહેલું શરીર વિદ્યમાન છે એમ કેમ લાગે? નહિ જ. શરીર તે તેને ભાસ માત્ર જણાય છે. જેમ કપડું બળીને ભસ્મ થયા છતાં પણ ભસ્મરૂપ તેનું સ્વરૂપ કેટલીકવાર લગી ભાસતું જણાય છે, તેમ જ્ઞાનીનું શરીર પણ માત્ર ભાસરૂપજ રહે છે અને પછી તે પચત્વમાં કહિં મળી જાય છે તેની એની પરવા રહેતી નથી. તેનું શરીર સાથેનો સંબંધ જ્ઞાન સાથે જ નાશ પામેલ હોય છે.