________________
અષ્ટાવક્ર ગીતા. मात्मानय कश्चिज्जानाति जगदीचरं । यद्वेत्ति तत्स कुरुते न भयं तस्य कुत्रचित् ॥२०॥
અર્થ. કોઈ પુરુષ આત્માને અને જગદીશ્વરને અહયજાણે છે અને જે આમ જાણે છે, તે તે પ્રમાણે કરે છે, એટલે તેને કોઈ ઠેકાણે ભય રહેતેજ નથી.
ટીકાજ્ઞાન થતાંજ દૈત રહેતું જ નથી અને દૈતના જવા સાથે અહંકાર જાય છે, એટલે જ્ઞાનીને અદ્વૈત થયેલાને કોઈ ઠેકાણે કે કોઈનો ભયજ રહેતા નથી, જેની દૃષ્ટિમાં બીજું છેજ નહિ તેને ભય કાનો ને કેવી રીતે સંભવે ? બ્રહ્મ જ્ઞાન થતાં તે તે બ્રહ્મ સ્વરૂપજ થઈ જાય છે. તેને એક સચ્ચિદાનંદ સ્વરૂપ તે પિતે તેજ-જગત એ નિશ્ચય થઈ ગયેલો હોવાથી તે સ્વયં તિરૂપ થઈ રહે છે. શ્રુતિમાં વારંવાર કહેલું છે કે ગ્રાવિદ્ પ્રણવ મતિ
॥ इति श्रीमदष्टावक्रगीतायां ज्ञानस्वरूपनिर्णयोनाम
वृतायोऽध्यायः समाप्त ॥