________________
૫૪
અષ્ટાવક્ર ગીતા. શ્રામ-ભૂતસમૂહમાં કયાં ઈછા કરવી કર્યા ન કરવી તેનું જ્ઞાન સામર્થ્ય વિજ્ઞાનીને હોય છે.
ટીકા. બ્રહ્મથી માંડીને આખા જગતમાંની તમામ વસ્તુઓમાં પિતાને શું ઈચ્છવા અને શું નહિ ઈચ્છવા યોગ્ય છે તેનું સંપૂર્ણ જ્ઞાન તત્ત્વબોધીને હોય છે–અર્થાત્ જેમને જગતને મોહ લાગેલ હોય છે, અને જે પ્રાંચમાં પ્રવૃત્ત છે તે, જેમને શું ઈચ્છવા
ગ્ય અને શું નહિ ઈચ્છવા યોગ્ય છે તેની સમજ પાડવી પડે છે, અને તેણે વિધિનિષેધોને અનુસરીને ચાલવું એ તેનો ધર્મ છે; પરંતુ જેને બ્રહ્મથી માંડી તૃણુ પર્યત સારા વિશ્વનું પિતામાંજ ઐક્ય સમજાયેલું છે તેને માટે ક્યાં ઈચ્છા કરવી અને ક્યાં ન કરવી, એવા પ્રશ્ન જ રહેતો નથી.
કેટલાક વિદ્વાનો એમ કહે છે કે, જ્ઞાનીને જે ઈચ્છા થાય છે તે દેવસ્થાથી થાય છે; અને અજ્ઞાની સંસારીને જે ઇચ્છા થાય છે તે એનામાં અંતઃકરણની હોય છે અર્થાત ભાગની લાલસા થવાથી ઉત્પન્ન કરેલી હોય છે, એટલે એને પુણ્ય પાપને બાધ આવે છે. વળી આત્મજ્ઞાનીની પ્રવૃત્તિ ધારણા પુર:સર હોતી નથી સજજ હોય છે, અને ત્યાં સહજમાં જ તેને ભોગ મળી આવે છે. દાખલા તરીકે-- ભૂપે પુષ્ય ભોજન માગવા જાય છે, ઘરોધર ભટકે છે અને તે મેળવવાના સારા બેટા યત્ન પણ કરે છે. રોગી તેને ભૂખ લાગેલી છે કે નહિ, તેના ભાન વગરજ સહજ બહાર નિકળે છે અને માર્ગમાં તેને ભોજન મળી જાય છે. આવી રીતે બોગ મળે ખરે? એ શંકાના સમાધાનમાં કહે છે કે-હા, યદરછાએ દૈવજ તેને મેળવી આપે છે. અજગર ભક્ષ શોધવા જ નથી, તેમ છતાં તેને ભક્ષ આવી મળે છે અને તે તેને ભોગ લે છે. નિર્ગુણ યોગી મહાત્માને વળી એમાં સ્વાદ અને સારા ટાપણાની ભાવના પણ હોતી નથી. જે વખતે જેટલું મળી આવ્યું તે તે ભોગવી લે છે. આ પ્રમાણે જેને ઈચ્છા