________________
અષ્ટાવક્ર ગીતા.
અને જેને શરીરની નશ્વરતા સમજવામાં આવી છે તેને પછી મૃત્યુને ભય પણ લાગતું નથી.
निःस्पृहं मानसं यस्य नैराश्येपि महात्मनः ॥
तस्यात्मज्ञानतृप्तस्य तुलना केन जायते ॥ १२ ॥ ધીરબુદ્ધિ પુરુષ.
અર્થ. જ્ઞાની પુરુષની ઉત્કૃષ્ટતા બતાવતાં બતાવતાં કહે છે કે–જે મહાત્મા શેક અને હર્ષ પામતા નથી, તેઓ નિ:સ્પૃહ • છે, અને જે વળી આત્મજ્ઞાનથી સંતેષ પામેલા છે તેમની તે તુલનાજ કોણ કરી શકે તેમ છે ? અર્થાત્ કોઈ તેમની સમાનતા કરી શકનાર નથી. જેમના સર્વ મનોરથ શાંત પડી ગયેલા છે અને જેમની વૃત્તિઓ આત્મામાંજ સમાઈ ગયેલી છે તેની તુલના થઈ શકતી નથી, તે પુરુષ મહાન છે-અતુલય છે.
स्वभावादेव जानन्तो, दृष्यमेतन किंचन । इदं ग्रायमिदं त्याज्यं, स किं पश्यति धीरधीः ॥१३॥
અથ. સ્વભાવથીજ જેને એમ સમજાઈ ગયું છે કે, આ સઘળું –જગત માત્ર દૃશ્ય છે એમાં સત્ય જેવું કંઈ પણ નથી. આવા ધીરબુદ્ધિવાળા પુરુષને અસત્યમાંથી લેવા જેવું કે ત્યાગ કરવા જેવું કંઈ રહેતું જ નથી. છીપમાં દેખાતી ચાંદી દેખવા માત્ર હોવાથી જેમ બેટી ને ખરી બેઉ કહેવાય તેમ આ જગત પણ દશ્યમાન હોવાથી ખાટું તેમજ ખરું છે, પરંતુ જેને આમજ્ઞાન થયું છે તેને તેમાંથી કંઈ ગ્રહણ કરવા કે તજવા જેવું છેજ નહિ, તે તે બધા પ્રપંચનેમિથ્યાજ માને છે.
अंतस्त्यक्तकषायस्य, निर्द्वन्द्वस्य निराशिषः।