________________
અધ્યાય ૩ જે.
यहच्छयागतो भोगो, न दुःखाय च तुष्टये ॥१४॥
અર્થ જે અંતઃકરણથી વિષયરૂપી મેલ-કષાયને છોડી દીધો છે, તે શીતોષ્ણાદિ દ્વતોથી તેમજ સુખદુઃખાદિથી રહિત છે. જેની વિષયવાસનાઓ નષ્ટ થઈ ગયેલી છે એવા સમચિત્ત પુરુષને અર્થાત્ આત્મજ્ઞાનીને છાએ-દેવયોગે ભેગ પ્રાપ્ત થાય છે, તે સુખકારક ભાગ હોય કે દુઃખકારક હોય, છતાં તે તેને હર્ષ ઉપજાવતા નથી અને દુઃખે કરતા નથી. આવી પડેલી સ્થિતિમાં તે સમભાવથી રહે છે, નથી હરખાતો કે નથી શેક કરતે, આવા જ્ઞાનીને ધીરબુદ્ધિવાળો જાણ. ૧૪
हंतात्मज्ञस्य धीरस्य, खेलतो भोगलीलया । न हि संसारवाहीकैद् द्वैः सह समानता ॥ १५ ॥
અર્થ. ભેગલીલામાં રમતા ધીર આત્મજ્ઞાનીની સંસારવાહી મૂઢા સાથે સમાનતા કદાપિ પણ થઈ શકતી નથી.
ટીકા. તત્ત્વવિદ્ જ્ઞાની પુરુષ, કે જેને આ જગત મિથ્યા સમજાયેલું છે તે દૈવવશાત આવી મળેલા ભોગ ભોગવતો હોય તો પણ તેમાં આસક્તિ રાખતો નથી. ઈન્દ્ર જે મિશ્યા છે તે તેના કાર્યમાં પ્રવર્તે છતાં જીવાત્મા અનાસક્ત રહે એટલે તેને બાધ કરતી નથી. આવા ધીર અને આત્મજ્ઞ પુરુષની સાથે સંસારના ભોગોમાં રચીપચી રહેલા મૂઢ પુરુષો સાથે સમાનતા કરવી-માનવી તે ખોટું છે. પ્રપંચ ખોટો છે એમ સમજનાર આવી પડેલા પ્રપંચમાં રમે તેથી તે કંઈ આસક્ત મૂઢ પ્રપંચી સાથે સરખાવાય નહિ.
यत्पदं प्रेप्सवो दीनाः शक्रायाः सर्वदेवताः। अहो तत्र स्थितो योगी, न हर्षमुपगच्छीि १६ ॥