________________
અધ્યાય ૪ એ. અર્થ. આત્માને સર્વભૂતેમાં અને આત્મામાં સર્વભૂતને જેનાર મુનિજનને જ્યારે મમત્વને અનુવર્તતા જોઈએ છીએ ત્યારે આશ્ચર્ય ઉપજે છે. વિષય લાલસાનું બળ.
ટીકા. જે પુરુષને નિશ્ચય થયેલ છે કે આત્મામાં જ સર્વભૂત અને સર્વભૂતમાં આત્મા એકજ વ્યાપીને રહેલો છે તે પુરુષને જ્યારે મમત્વ–મારાપણુમાં વર્તતા અને મિથ્યા જગત માન્યા પણ છતાં તેમાં પ્રવર્તતો જોઈએ છીએ ત્યારે ખરેખર આશ્ચર્યજ ઉત્પન્ન થાય છે. હે રાજન ! અનાદિ અવિદ્યાનો પાશ એવો દુર્જય છે કે મોટા મોટા મુનિઓ પણ તેને તોડી છૂટા થઈ શકતા નથી. એ તો કોઈ પૂર્વાભ્યાસી તત્વ સંસ્કારીજન હોય છે તે જ તત્ત્વને બોધ થયા પછી વિષયોથી અળગે થઈ શકે છે. રાત્રિ-દિવસ જેને સદ્દગુરુનો બોધ થયા કરે છે અને જે પોતે જેટલો અવકાશ મળે તેટલામાં આત્મા સત્ય છે અને આ માયાની જાળ અનામાથી ઉત્પન્ન થયેલી મૃગજળ જેવી ખાટી મિથ્યા અને બ્રામક છે એવા વિચારથી વિષયોને સમીપ આવતાં પણ તુચ્છ ગણી તેનાથી અળગો રહે છે તે જ પુરુષ જીવનમુક્ત કહેવાય છે બીજે કાઈજ નહિ. ૫
अस्थितः परमाद्वतं, मोक्षार्थेपि व्यवस्थितः । आश्चर्य कामवशगो, विकलः केलिशिक्षया ॥६॥
અર્થ. એ ક્ષાથ પરમ અદ્વૈતમાં સ્થિત થયેલે પુરુષ જ્યારે કેલિ-ક્રીડાના અભ્યાસથી કામવશ અને વિકળ થતા જણાય ત્યારે આશ્ચર્ય ઉપજે છે.
ટીકા. એ બહુજ આશ્ચર્ય ભરેલું છે કે અદૈતમાં માનનારે મોક્ષાર્થી પુરુષ વિકળ જે કામવશ થઈ ક્રીડાસક્ત થઈ જાય છે.