________________
૪૬
અષ્ટાવક્ર ગીતા. विश्व स्फुरति यत्रेदं तरंगा इव सागरे । सोहमस्मीति विज्ञाय किं दीन इव धावसि ॥३॥
અર્થ સાગરમાં તરંગની માફક આત્મામાં આ વિશ્વ પુરે છે તે જે હું છું એવું જાણવા છતાં તે કેમ દીન ગરીબ (વિષયવશ જેવ) થઈ તેની પાછળ દોડે છે?
ટીકા. આ વિશ્વ તે સાગરમાંના તરંગ જેવું આત્મામાં છુરતું માત્ર છે એમાં સત્ય જેવું કંઈ છે જ નહિ, છતાં ભ્રમથી હું પુરુષ–વિશ્વ સત્ય છું એવો ભ્રમ થાય છે, પરંતુ હે જનક ! તું કે જેને આત્મજ્ઞાન થયેલું છે તે શામાટે દીનની માફક તેની પેઠે ધાવન કરે છે? ૩
श्रुत्वापि शुद्धचैतन्यं, आत्मानमतिसुन्दरं । उपस्थे त्यंत संसंक्तो, मालिन्यमधिगच्छति ॥ ४ ॥
અર્થ. અંત સુંદર, અને શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માને યુવા-જાણવા-સાંભળ્યા પછી વિષ સમી પ વતી થતાં જેને અત્યત આસક્તિ થાય છે તે માલિન્ય-મૂઢતાને પ્રાપ્ત થાય છે.
ટીકા. ગુર પાસેથી શુદ્ધ ને સુંદર આત્મબોધ લીધા પછી વિષયો ઉપસ્થિત થતાં તરત તેમાં લુબ્ધ થઈ જાય છે જે પુરુષ હોય તે બોધ અને જ્ઞાનને લજવે છે, એટલું જ નહિ પરંતુ શુદ્ધ ચૈતન્યનો જેને સાક્ષાત્કાર થયેલા છે એવા પુરુષ જ્યારે વિપયોમાં પડે છે ત્યારે ભ્રષ્ટ થાય છે અને એની પેગ ભ્રષ્ટતા આપણને આશ્ચર્ય ઉપજાવે છે. હે જનકરાય ! તમે કે જેમને આત્મબોધ થયેલો છે તેમણે તો એની મેળે મુખસન્મુખ આવી ઉભેલા–સહજપ્રાપ્ત થયેલા વિષયને પણ વિશ્વવત્ ગણું તજવા જોઈએ.
सर्वभूतेषु चात्मानं, सबभूतानि चात्मनि । मुनेर्जानत आश्चर्य, ममत्वमनुवर्तते ॥ ५॥