________________
अध्याय ३ जो.
જ્ઞાનયોગ. अविनाशिनमात्मानमेकं विज्ञाय तत्त्वतः । तवात्मज्ञस्य धीरस्य कथमर्थार्जने रतिः ॥१॥
અર્થ. તત્વથી અવિનાશી એવા એક આત્માને જાણ્યા પછી તારા જેવા ધીર આત્માને અથર્જનપર પ્રીતિ કેમ થાય છે? ૧
ટીકા. આત્મા નાશરહિત છે, અને એક સ્વરૂપ નિર્વિકલ્પ છે. એવું તત્ત્વતઃ જાણ્યા પછી તારા જેવા ધીર આત્મજ્ઞાનીને અર્થ, ધન, સ્ત્રી, પુત્ર વગેરેની પ્રીતિ–તે મેળવવાની ઈચ્છા કેમ થાય છે? ન થવી જોઈએ. આત્મા દેશ, કાળ અને વસ્તુ પરિચ્છેદ રહિત છે તેનું જ્ઞાન થયા પછી પુરુષને અર્થરતિ રહેવી જોઈએ નહિ છતાં કેમ રહે છે ? તે સમજવા જેવું હોવાથી અષ્ટાવક્ર કહે છે કે –
आत्माऽज्ञानादहो प्रीतिर्विषयभ्रमगोचरे। शुक्रज्ञानतो लोभो, यथा रजतविभ्रमे ॥ २ ॥
અર્થ. આત્માના અજ્ઞાનથી અને વિષને શ્રમ થવાથી જેમ રૂપાને થક્તિમાં ભ્રમ થવાથી તે લેવાની ઈચ્છા થાય છે તેમ અજ્ઞાનને લીધે વિષયનો ભ્રમ થઈ અરછા ઉપજે છે.
ટીકા. છીપમાં મિયા રૂપું ભાસે છે તેમ છતાં અજ્ઞાનને લીધે તે લેવાની જેમ ઈચ્છા થાય છે તેમ આત્માના અજ્ઞાનથી માણસને વિષનો બ્રમ થતાં તેની પ્રીતિ–થાય છે.