________________
અધ્યાય ૨ જે. માફક તે પણ અનિર્વચનીય મનાય છે. અજ્ઞાન વારંવાર ભ્રમમાં નાંખી વિશ્વની કલ્પના કરાવે છે માટે જિજ્ઞાસુ મુમુક્ષુએ વારંવાર આત્માનો વિચાર કરી અથત વિશેષજ્ઞાન મેળવી અજ્ઞાનનો નાશ કરવો કે જેથી વિશ્વ અને તેની સાથે શરીરપણાની કલ્પનાને પણ સદંતર નાશ થાય.
शरीरं स्वर्गनरको बंधमोक्षौ भयं तथा । कलानामात्रमेवैतत्ति मे कार्य चिदात्मनः ॥ २० ॥
અર્થ આ શરીર, સ્વર્ગ ને નરક, બંધ ને એક્ષ તથા ભય એ સા નિશ્ચય કલપના માત્ર છે અને હું તે ચિદાત્મા સ્વસ્વરૂપ છું એટલે મારે તેની સાથે કોઈ સંબંધ નય.
ટીકા. વિશ્વ અને શરીરને અવાસ્તવિક માનવામાં આવે તે પછી શારીરને આશ્રયે પ્રવર્તતાં શાસ્ત્ર પણ અવાવક થઈ જાય: અને ત્યાં શાસ્ત્રાએ અવાસ્તવિક થાય ત્યારે તે દ્વારા થતા વિધિનિષેધામક ધર્મ અને વ્યવહાર પણ અવાસ્તવિક બની જાય. સ્વર્ગ, નરક, બંધ, માસ અને ભય પણ રહે નહિ અને બધી અવ્યવસ્થા થઈ જાય, તેનું કેમ ? સત્યને અસત્ય સાથે સંબંધ જ ઘટતો નથી અને જે સંબંધ માનવામાં આવે છે તે માત્ર કલ્પનાજ છે. જેમ સ્વમમાં જેયેલો વાઘ મિથ્યા છે અને તેનો ભયે મિથ્યા છે તેમ બ્રહ્મજ્ઞાન થયા પછી વિશ્વ, શરીર અને તેને વળગેલે સઘળે પ્રપંચ પણ મિથ્યા કરે છે અને ત્યારે તેનું મિથ્યાપણું એકચિન માત્ર સ્વરૂપમાં એકાકાર થઈ જાય છે, ત્યારે અલબત વિધિનિષેધથી માંડીને બધા પ્રાકૃત ધર્મો અને બધાસ પણ તેમાં સમાઈ જાય છે. બ્રહ્મત્વ પ્રાપ્ત થયા પછી મોક્ષ રહ્યોજ ક્યાં ? બ્રહ્મત્વ પ્રાપ્તિ એજ મોક્ષ. સચ્ચિદાનંદ સ્વરૂપતા પ્રાપ્ત થઈ એટલે કે જ્યાં બ્રહ્મ એકરસ થઈ ગયું ત્યાં પછી કેણ કાને માટે વિધિનિષેધની કલ્પના કરે ? કોણ કોને માટે મેક્ષ માગે છે અર્થાત રાહ્મમયતા એજ મોક્ષ.