________________
અધ્યાય ૧૫ સે.
૧૪૩ અર્થ. નિર્વિકાર, સર્વદા નિર્ભય, અને ધીર જ્ઞાનીને તમ –અંધારૂં એ શું ને પ્રકાશે છે ? તેમ તેને તજવાનું પણ શું? જ્ઞાન થતાં જ તે સર્વ દ્વતથી વિમુખ થઈ જાય છે.
क्व धैर्य क्व विवेकित्वं क्व निरातकतापि वा। अनिर्वाच्य स्वभावस्य निःस्वभावस्य योगिनः ॥ ८ ॥
અર્થ. અનિર્વાચ્ય સ્વભાવવાળા એગીને ધીરતા શી? તેમ વિવેકિતા પણ ક્યાં? સ્વભાવ રહિત એવા તેને ભયે તેમ જ નિર્ભયતા પણ નથી, તે તે સદા સર્વદા આનંદમાં એકરૂપજ રહે છે.
न स्वर्गो नैव नरको जीवन्मुक्तिन चैव हि । बहुनात्र किमुक्तेन योगदृष्टया न किश्चन ॥ ९ ॥
અર્થ. જેને આત્મજ્ઞાન થયું છે તેને સ્વર્ગે નથી અને નરકે નથી. તેને જીવન્મુક્તિ પણ નથી, બહુ કહેવાથી શું? માત્ર એટલું જ કે ગદૃષ્ટિએ એને કંઈ લાગતું જ નથી.
ટીકા. યોગદષ્ટિએ વિચાર કરતાં જ્ઞાનીને માટે સ્વર્ગ નથી, નરકે નથી અને જીવન્મુક્તિ જેવું પણ કંઈ નથી, અર્થાત જેને બ્રહ્મ સિવાય બીજા દૈતનું ભાન નથી તેને સ્વસ્વરૂપતા–પામેલાને સ્વર્ગ ક્યાંથી હોય? સ્વર્ગ, નરક જીવન્મુક્તપણું વગેરે બધી બાબતે માયાત ભ્રમ છે-દ્વૈતભાવ જેને રહેલો હોય તેને એ બધો પ્રપંચ પીડે છે, પરંતુ જેણે બ્રહ્મજ્યમાં અદ્વૈત માન્યું છે- સ્વસત્તામાં બધું પર્યાપ્ત ગયું છે, તેને એ બધું ભાસતું જ નથી. બ્રહ્મમાં જેણે સર્વ પ્રપંચને લય કરે છે એ યોગી–બ્રહ્મજ્ઞાની તો પોતે એકલેજ પિતામાં રાજી રહે છે અને જેમ અંગાર પોતે જ પોતાના દેખાતા સ્વરૂપને સ્થૂલને ભસ્મ કરી પિતામાં લય પામે છે, તેમ બ્રહ્મજ્ઞાની પણ સ્વ